LRDના આંદોલનનો સુખદ અંત
10 ટકાને બદલે 20 ટકા સાથે વેઈટિંગ લિસ્ટ જાહેર થશે
- Advertisement -
ટૂંક સમયમાં પરિપત્ર અને વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે
ખાસ ખબર સંવાદદાતા
ગુજરાત સરકાર દ્વારા LRD ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લાં કેટલા સમયથી LRDના ઉમેદવારો આંદોલન કરીને પડતર પ્રશ્રોને ઉકેલીને ન્યાય આપવાની માંગણી કરી રહ્યા હતા. LRD ઉમેદવારો અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે બેઠક યોજાઈ હતી. જેનો આખરે સુખદ આવી ગયો છે.
- Advertisement -
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ વિશે જણાવ્યું છે કે, વર્ષ 2018-19માં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક 12,198 જગ્યા પર સીધી ભરતીથી ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેનું પરિણામ 2020માં આવ્યું હતું. પરંતુ વેઈટિંગ લિસ્ટ બનાવવામાં આવ્યું નહોતું. સરકારને મળેલી વિવિધ રજૂઆતોને ધ્યાને લઈને ઉમેદવારોના હિતમાં ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ચાલતી સરકાર દ્વારા વેઈટિંગ લિસ્ટનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવેથી 10 ટકાને બદલે 20 ટકા પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.
ટૂંક સમયમાં વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તેમજ બે દિવસમાં આ નિર્ણયનો સત્તાવાર પરિપત્ર રજુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રૂપાણી સરકારે 20 ટકા વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાની જાહેરાત કરી હતી પરંતુ તે અંગે કોઈ નિર્ણય લેવાયો નહોતો.
હર્ષ સંઘવીએ ઉમેદવારોને પેંડા ખવડાવીને ઉમેદવારોનું મોઢું મીઠું કરાવ્યું હતું. બે ઉમેદવારોએ આંદોલનને લઈને માનતા રાખી હતી તેમાંથી એક ઉમેદવારની ચાની બાધા પણ હર્ષ સંઘવીએ છોડાવી હતી. તેમજ આંદોલનકારી ઉમેદવારો સામે થયેલા કેસ પણ પાછા ખેંચવા સરકારે તૈયારી દર્શાવી છે.


