અમેરિકામાં કામ કરતા ભારતીયોને અમેરિકી દૂતાવાસે મોટી રાહત આપી છે. ભારતમાં અમેરિકી દૂતાવાસે (યુએસ એમ્બેસી)એ શુક્રવારે H અને L વર્કર વિઝા શ્રેણીઓ અને તેમના પરિવારના સભ્યોની એક લાખથી વધુ એપોઇન્ટમેન્ટ સ્વીકારી છે.
વર્કિંગ વિઝા માટે લાંબા સમયથી રાહ જોઈ રહેલા ભારતીયોને અમેરિકી સરકાર તરફથી મોટી રાહત મળી છે. અમેરિકામાં કામ કરતા ભારતીયોની વિઝા અરજીઓને અમેરિકી દૂતાવાસ (યુએસ એમ્બેસી)એ સ્વીકારી લીધી છે. આ જાણકારી દૂતાવાસ દ્વારા શુક્રવારે એક ટ્વીટ કરીને આપવામાં આવી છે. દૂતાવાસે એક લાખથી વધુ એપોઇન્ટમેન્ટ સ્વીકારી છે.
- Advertisement -
એસ.જયશંકરે અમેરિકી વિદેશ મંત્રીની સમક્ષ ઉઠાવ્યો હતો આ મુદ્દો
ગયા મહિને ભારતીય વિદેશ મંત્રીએ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન (US Secretary of State Anthony Blinken) સાથે મુલાકાત કરી હતી. તેમણે અમેરિકી વિદેશ મંત્રી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જે બાદ તેમણે ખાતરી આપી હતી કે તેઓ વહેલીતકે આ સમસ્યાને ઉકેલી નાખશે.
UPDATE: In response to high demand for employment-based visas, the U.S. Mission to India recently released over 100,000 appointments for H&L workers and their families.
— U.S. Embassy India (@USAndIndia) October 14, 2022
- Advertisement -
અમેરિકી દૂતાવાસે શુક્રવારે એક ટ્વીટ કરીને આ જાણકારી આપી
ભારતમાં અમેરિકી દૂતાવાસે એક ટ્વીટમાં લખ્યું છે કે, ‘રોજગાર-આધારિત વિઝાની ઉચ્ચ માંગને ધ્યાનમાં રાખીને ભારતમાં યુએસ મિશનએ તાજેતરમાં H&L વિઝા કર્મચારીઓ અને તેમના પરિવારો માટે 1 લાખથી વધુ એપોઇન્ટમેન્ટ્સ આપી છે.‘ અમેરિકી દૂતાવાસે વધુમાં લખ્યું છે કે, ‘હજારો અરજદારોએ પહેલેથી જ એપોઇન્ટમેન્ટ બુક કરી લીધી છે, અમે મિશન ઇન્ડિયાને કારણે પ્રથમ વખત એપોઇન્ટમેન્ટ અને ઇન્ટરવ્યુ વેવરમાં લાગતા સમયને અડધો કરી દીધો છે. આટલી મોટી સંખ્યામાં સ્વીકૃત એપોઇન્ટમેન્ટ H&L કર્મચારીઓ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.’ દૂતાવાસે એકબાદ એક ત્રણ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
Thousands of applicants have already booked their appointments and the wait time for both interview waiver and first-time appointments has been cut in half throughout Mission India. This bulk appointment opening reflects our ongoing commitment to H&L workers.
— U.S. Embassy India (@USAndIndia) October 14, 2022
વર્ષ 2022 160,000થી વધુ H&L વિઝા જારી કર્યા: અમેરિકી દૂતાવાસ
ત્રીજા ટ્વીટમાં અમેરિકી દૂતાવાસે લખ્યું કે, ‘વાસ્તવમાં 2022ના પ્રથમ નવ મહિનામાં યુએસ મિશન ટુ ઈન્ડિયાએ પહેલાથી જ 160,000થી વધુ H&L વિઝા જારી કર્યા છે. અમે સંસાધનોની અનુમતિ અનુસાર આગળ પણ H&L કર્મચારીઓને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખીશું.’
વર્ક વિઝા પ્રાપ્ત કરનારાઓમાં ભારતીયોનો મોટો હિસ્સો
તમને જણાવી દઈએ કે, કુશળ વિદેશી કામદારોને આપવામાં આવતા H-1B અને અન્ય વર્ક વિઝા પ્રાપ્ત કરનારાઓમાં ભારતીયોનો મોટો હિસ્સો છે. આમાંથી ઘણા ટેક્નોલોજી ક્ષેત્ર સાથે સંબંધિત છે. H-1B વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે યુએસ કંપનીઓને ટેક્નોલોજીમાં ક્ષેત્રમાં વિશેષતા ધરાવતા વિશિષ્ટ કાર્યો માટે વિદેશી કર્મચારીઓને તૈનાત કરવાની મંજૂરી આપે છે. અમેરિકાએ માર્ચ 2020માં કોરોના મહામારીને કારણે વિશ્વભરમાં લગભગ તમામ વિઝા અરજીઓને આગળ વધારવાની પ્રક્રિયાને અટકાવી દીધી હતી. પરંતુ હવે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.