-1992 થી 2022 સુધીમાં ઉપયોગમાં ન આવેલા 2.30 લાખ ગ્રીન કાર્ડ-ચલણમાં લાવવા રાષ્ટ્રપતિનાં સલાહકાર આયોગનાં સભ્યે કરી ભલામણ
અમેરીકામાં રહેતા ભારતીય અમેરીકનો માટે ગુડ ન્યુઝ છે. અમેરિકામાં કામ કરવા અને ત્યાં રહેવાની રાહ જોતાં હજારો લોકોને ટુંક સમયમાં ગ્રીનકાર્ડ મળી શકે છે ખરેખર તો એશીયાઈ અમેરિકનો મૂળ નિવાસી હવાઈયાન અને પ્રશાંત દ્વિપ વાસીઓ પર રાષ્ટ્રપતિનાં સલાહકાર આયોગનાં એક સભ્યે ભલામણ કરી છે કે 1992 બાદથી પરિવાર અને રોજગાર શ્રેણીઓ માટે બધા બિન ઉપયોગી ગ્રીન કાર્ડને ફરીથી ચલણમાં લાવવામાં આવે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, ગ્રીન કાર્ડને અધિકૃત રીતે એક સ્થાનિક નિવાસ કાર્ડ તરીકે માનવામાં આવે છે. આ અમેરિકા ગયેલા ઈમીગ્રેન્ટને જાહેર કરવામાં આવતો એક એવો દસ્તાવેજ છે જે એ વાતનો પુરાવો છે કે તેનાં ધારકને કાયમી રૂપે અમેરીકામાં નિવાસ કરવાનો વિશેષાધિકાર આપવામાં આવે છે.
ભારતીય-અમેરીકી અજય ભટોરીયાએ આયોગ સમક્ષ રાખેલી ભલામણમાં કહ્યું હતું કે 1992 થી 2022 સુધી બે લાખ ત્રીસ હજારથી વધુ ગ્રીનનો ઉપયોગ નહોતો થઈ શકયો. આ પરિસ્થિતિમાં હવે તેને ચલણમાં લાવવા જોઈએ. હાલ ઈમિટ્રાશન કાનુન અંતર્ગત દર વર્ષે લગભગ 1.40 લાખ રોજગાર આધારીત ગ્રીન કાર્ડ ઈસ્યુ કરાય છે.