કેન્દ્ર સરકાર હાલના 42%ના ડીએમાં ત્રણ ટકા વધારો કરી 45% કરે તેવી સંભાવના : વધારો જુલાઇથી અમલમાં આવશે
એક કરોડથી વધુ કર્મચારીઓ-પેન્શનરોને લાભ થશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકાર પોતાના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (ડીએ) ત્રણ ટકા વધારી 45 ટકા કરે તેવી શકયતા છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને હાલમાં 42 ટકા ડીએ મળે છે. મોંઘવારી ભથ્થું દર મહિને શ્રમ બ્યુરો દ્વારા જારી કરવામાં આવેલા ઔદ્યોગિક શ્રમિકોના ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ)ના આધારે નક્કી કરવામાં આવે છે.
શ્રમ બ્યુરો શ્રમ અને રોજગાર મંત્રાલયની એક શાખા છે. ઓલ ઇન્ડિયા રેલવેંમ ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે જૂન, 2023 માટે સીપીઆઇ-આઇડબ્લ્યુ, 31 જુલાઇએ જારી કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો કરવાની માગ કરી રહ્યાં છે પણ સરકાર મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરે તેવી શક્યતા છે. ત્યારબાદ ડીએ વધીને 45 ટકા હોવાની સંભાવના છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નાણા મંત્રાલયનો ખર્ચ વિભાગ ડીએમાં વધારાનો પ્રસ્તાવ તૈયાર કરશે અને પ્રસ્તાવની મંજૂરી માટે કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રજૂ કરશે. ડીએ વધારો જુલાઇ, 2023થી અમલમાં આવશે. ડીએમાં છેલ્લો વધારો 24 માર્ચ, 2023ના રોજ કરવામાં આવ્યો હતો અને તેનો અમલ જાન્યુઆરી, 2023થી કરવામાં આવ્યો હતો.