GST કાયદાના જાણકાર: એડવાઈઝર જૈમીન ચેતાની ‘ખાસ-ખબર’ સાથેની ખાસ વાતો
જૈમિનભાઈ ચેતા GSTના સેમિનારો પણ યોજે છે અને એક સારા એડવાઈઝર પણ છે, ખૂબ જ સરળતાથી અને મૌલિકતાથી તેઓ GSTના કાયદાની આંટીઘુંટીઓ ઉકેલે છે
‘મોરના ઈંડા ચિતરવા ન પડે’ પિતાના પગલે ચાલીને આજે જૈમિનભાઈ ચેતા એક સફળ બિઝનેસમેન તરીકે ઉભરી આવ્યા છે.
– મીરા ભટ્ટ
‘મન હોય તો માળવે જવાય’ આ કહેવત સો ટકા સાર્થક જૈમિન દિનેશભાઈ ચેતાએ કરી છે. જૈમિનભાઈ ચેતાને મહેનત કરવી અને સફળ બિઝનેસમેન થવુ તેવી લાક્ષણીકતા લોહીમાં જ છે. જૈમિનભાઈ સફળ બિઝનેસમેનની સાથે એક રીડિંગ જીએસટી પ્રેક્ટિશનર પણ છે. વધુમાં જૈમિનભાઈ નાનપણથી જ એક સફળ બિઝનેસમેન થવાની ઈચ્છા ધરાવતા હતા. તેમના પિતાજીના અંડરમાં રહીને તેમણે પ્રેક્ટિસ કરી તેમની કુશળતાને બહાર લાવી છે અને આ જ કુશળતા આજે રંગ લાવી છે. મહેનત અને પરિશ્રમને અગ્રતા આપતા જૈમિનભાઈ કહે છે કે તેઓને જ્યારે કામ હોય છે ત્યારે પહેલા કામ પછી પરિવાર અને મોજ-શોખને સ્થાન આપુ છું. હું મારા કામમાં કોઈ કોમ્પ્રોમાઈઝ કરતો નથી. હું ખૂબ કુશળતા અને આવડતથી મારો બિઝનેસ ચલાવુ છું.
મેં મારી કેરિયરની શરૂઆત 2012થી કરી છે. હું ભગવાનમાં પણ ખૂબ શ્રદ્ધા ધરાવું છું. જી.એસ.ટી. એડવાઈઝની સાથે ઈમ્પોર્ટ-એક્ષપોર્ટનો પણ સારો એવો બિઝનેસ છે. ગ્રાહકોને કેમ સમજાવવા, કેવી રીતે કામ લેવું, દરેક પ્રોબ્લેમના સોલ્યુશન કેમ કાઢવા તેવી બાબતો બખૂબી જૈમિનભાઈ કરી જાણે છે અને તેમની આવડત થકી તેઓ ખૂબ જ સારો બિઝનેસ કરી જાણે છે. આ ઉપરાંત જૈમિનભાઈને ક્રિકેટ રમવુ અને બુક્સ વાંચવાનો શોખ છે. તેઓ જી.એસ.ટી.ને લગતા તમામનો અભ્યાસ પણ નવરાશની પળોમાં કરે છે. કંઈક નવું ને નવુ કરવાની ઈચ્છા ધરાવતા જૈમિનભાઈ આજે તેમના પરિવાર અને લોહાણા સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ રૂપ સાબિત થયા છે. જૈમિનભાઈએ તેમનો અભ્યાસ અમદાવાદથી પૂર્ણ કર્યો છે. આમ નાનપણથી જ સફળ બિઝનેસમેન થવાનું સ્વપ્ન તેમનું આજે સાકાર થયું છે. કહેવાય છે ને કે ‘મોરના ઈંડા ચિતરવા ન પડે.’ પિતાના પગલે ચાલીને આજે જૈમિનભાઈ ચેતા એક સફળ બિઝનેસમેન તરીકે ઉભરી આવ્યા છે.
- Advertisement -
જૈમિનભાઈ ચેતા જીએસટીના સેમિનારો પણ યોજે છે અને એક સારા એડવાઈઝર પણ છે. ખૂબ જ સરળતાથી અને મૌલિકતાથી તેઓ જીએસટીના કાયદાની આંટીઘુંટીઓ ઉકેલે છે. તેઓ સતત અપડેટ રહે છે. નવા-નવા વિચારો, નવા-નવા લોકોને મળવું તે તેમનો શોખ છે.
કોઈ પણ પ્રકારના કામનું પ્રેશર હોય તો એક ચપટીમાં જૈમિનભાઈ ઉકેલ લાવે છે. ગમે તેવો વર્કલોડ હોય ત્યારે ખૂબ સરળતાથી અને શાંતિપૂર્વક પાર પાડે છે. તેઓ તેમના દરેક કાર્યમાં ભગવાનને આગળ રાખે છે. બિઝનેસની સાથે ધાર્મિક સ્થળોએ પણ જવાનું પસંદ કરે છે. જીએસટીમાં દરેક અપીલ, ઓડિટસમાં રાજકોટ લેવલે ખૂબ જ સારુ વર્ક છે. જીએસટીના કાયદા વધુ સારી રીતે જાણવા બુક વાચવી, ઓનલાઈન નોટિફીકેશન વાચવુ, સોશ્યલ ફંકશન, બિઝનેસ ફંકશન અચૂક રીતે પહોંચે છે. આવનારા દિવસોમાં તેઓ અન્ય યુવાનોને બિઝનેસને લગતી સલાહ પણ નિ:શુલ્ક આપશે તેવું અંતમાં જૈમિન ચેતાએ જણાવ્યું હતું. ઈમ્પોર્ટ-એક્ષપોર્ટમાં મીક્ષ ક્ધટેનરના કામ કરે છે. દુબઈ, મોરેશિયસ, આફ્રિકામાં પણ બિઝનેસ કરવાની વાત ચાલુ છે. આમ તેઓ આફ્રિકામાં પણ તેમનો બિઝનેસ ફુડ પ્રોડકટ થકી ફેલાવશે. આ ઉપરાંત ડિસીઝન લેવલ ખૂબ જ ફાસ્ટ ધરાવે છે અને આ ફાસ્ટ ડિસીઝન લેવાનો સ્વભાવ છે તેવું પણ જૈમિનભાઈએ કહ્યું હતું.
ફરવાનો શોખ પરંતુ ફરવાના સમયે પણ માઈન્ડમાં બિઝનેસના નવા વિચારો આવે છે: જૈમિન ચેતા
- Advertisement -
મને ફરવા જવાનો ખૂબ જ શોખ છે. નવરાશના અને રજાના દિવસોમાં પરિવાર અને મિત્રો સાથે ફરવા જવાનું વધુ પસંદ કરું છું. ફરવાની અને મોજશોખના સમયે પણ મને મગજમાં સતત નવા-નવા બિઝનેસના વિચારો આવતા રહે છે. હું હંમેશ કંઈક નવું કરવા તત્પર રહું છું. મોબાઈલ, લેપટોપ અને સોશ્યલ મિડીયાના માધ્યમ થકી મારા બિઝનેસને વધુ ને વધુ આગળ ધપાવવાના પ્રયાસો કરું છું તથા દિનેશ ચેતા એસોસીએટ અને શ્રી સિદ્ધિ વિનાયક એક્સપોર્ટ એમ બે નામથી તેમની પેઢીઓ કાર્યરત છે અને આગળ પણ તેઓ એક વધુ બિઝનેસ વિદેશમાં પણ કરવાની ઈચ્છા ધરાવે છે અને તે માટેનું પ્લાનીંગ પણ ચાલુ છે. આમ જૈમિનભાઈ ચેતાએ નાની ઉંમરે ઊંચાઈના શિખરો સર કર્યા છે.