પશ્ર્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને બદલે ભારતીય પરંપરાને આપ્યું મહત્ત્વ
કેક, ફટાકડા, ડીજે, ડાન્સ અને ગિફ્ટ પાછળ મોટો ખર્ચ કરવાને બદલે હિન્દુ સંસ્કૃતિનું કર્યું જતન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગોંડલના સાવલિયા પરિવારએ બાળકના ચોથા જન્મદિવસ નિમિત્તે સાધુ સંતોનું ભોજન અને રામામંડળ રમાડી અનોખી ઉજવણી કરી હતી. એક બાજુ પશ્ચિમી સંસ્કૃતિની દેખાદેખી અને આંધળા અનુકરણથી જન્મદિવસની મોંઘીદાટ ઉજવણી કરવામાં આવે છે. જ્યારે બીજી તરફ સાવલિયા પરિવારે સાધુ-સંતોનું ભોજન અને રામામંડળ રમાડી હિન્દુ સંસ્કૃતિની રક્ષા કરી સમાજને નવી રાહ ચીન્ધી છે.સંત ભોજન અને રામામંડળ રમાડી જન્મદિવસની સાદગીપૂર્વક ઉજવણી કરી હતી. જન્મદિવસની ઉજવણીમાં કેક, ફટાકડા, ડીજે, ડાન્સ અને ગિફ્ટ પાછળ મોટો ખર્ચ કરવામાં આવે છે. જ્યારે સાવલિયા પરિવારએ ધાર્મિક આયોજન કરીને બાળકોમાં સંસ્કારનું સિંચન કર્યું હતું. ગોંડલના જેતપુર રોડ પર યશ પાર્ક માં રહેતા સેવાભાવી સાવલિયા પરિવારે બાળકના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી છે. જે.ભગવાન ડેવલોપર્સ વાળા ધમભાઈ સાવલિયાએ પોતાના પુત્ર અનિરૂદ્ધ સાવલિયાના ચોથો જન્મ દિવસ ઉજવણીમાં સાધુ – સંતોનું જમણવાર કર્યું હતું. ધમભાઈ સાવલિયા શિવના ભક્ત છે. તેઓ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. પુત્ર અનિરુદ્ધના જન્મદિન નિમિત્તે સંત ભોજન ઉપરાંત ઢોલરા ગામનું રામામંડળ રમાડયું હતું. ભોજન સમારોહમાં 2000 જેટલા લોકોએ પ્રસાદ લીધો હતી. મોટી સંખ્યામાં રામામંડળ જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા.
- Advertisement -
સંતોના ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતા
ઘોડા અને બગીમાં બેસાડીને સંતોના ભવ્ય સામૈયા દાસીજીવણ પાર્ટી પ્લોટથી પોતાના ઘર સુધી કરવામાં આવ્યા હતા. સંતોના ભવ્ય સામૈયામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યાર બાદ સંતોનો જમણવાર કરવામાં આવ્યો હતો. રામા મંડળ જોવા માટે આવેલા લોકોને ચા-નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. રાજકીય આગેવાનો, અગ્રણીઓ, આગેવાનો રામામંડળમાં ઉપસ્થિત રહ્યા હતા.