વછેરાનો વાડો ગોંડલ ખાતે કાલથી ઝાફર’સ ટીના 12માં આઉટલેટનો પ્રારંભ
માત્ર ચા જ નહીં પરંતુ અલગ અલગ પીણા અને ગરમાગરમ નાસ્તાની મોજ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ચાના શોખીનો ઝાફર’સ ટીની ચૂસકી હવે ગોંડલમાં પણ માણી શકશે. આરાધના ગ્રુપનું નવું સાહસ ઝાફર’સ ટીનું બારમું આઉટલેટ વછેરાનો વાડો ગોંડલ ખાતે ઓપન થશે. આવતીકાલે 18 જૂલાઈને શુક્રવારે સાંજે પાંચ વાગ્યાથી ઓપનીંગ થવા જઈ રહ્યું છે. આ તકે શહેરના અનેક મહાનુભાવો હાજરી આપશે.
સૌરાષ્ટ્ર-કચ્છના ચા પ્રેમીઓને ગોંડલમાં પણ ઝાફર’સ ટી મળી રહેશે. રાજકોટની પ્રખ્યાત ઝાફર’સની ચાનું બારમું આઉટલેટ હોનેસ્ટ હોટેલમાં ઓપન થનાર છે. ચાના શોખીનોને અહીં માત્ર ચા જ નહીં પરંતુ અલગ અલગ પીણા અને ગરમા ગરમ નાસ્તાની મોજ પણ માણી શકશે. ફૂટપાથથી લઈને ફાઈવ સ્ટાર 12 આઉટેલેટ સુધીની ઝાફર ચાની સફર અંગે વાત કરવામાં આવે તો 1974માં ડી. એચ.
અયોધ્યા ચોક, બસ સ્ટોપ પાછળ, પુષ્કરધામ રોડ સહિતના સરનામે ફાઈવ સ્ટાર કહી શકાય તેવા ટી શોપ સુધી પહોંચી ગઈ છે.
કોલેજના દરવાજા બહાર એક નાનકડા ટેબલ પર દિલાવરભાઈ અને જબારભાઈ ચા વેચતા હતા. આ રીતે આરાધના ચાની સફર શરૂ થઈ હતી. 2013 સુધીમાં આ ચા એટલી પ્રખ્યાત બની ગઈ કે તેને રેડ એફએમ તરફથી બેસ્ટ ચાનો એવોર્ડ પણ મળ્યો હતો. આમ એક બાદ એક સિદ્ધિના શિખરો સર કરતાં ઝાફરની ચા એક બ્રાન્ડનેમ બની ગયું છે. આજે પણ લોકો ઝાફરની ચા પીવા માટે આવતા હોય છે અને આરાધના ટીને લોકો ઝાફરની ચા તરીકે જ બોલાવે છે અને ઓળખે પણ છે.