ગોંડલના જામવાડી એશીયાટીક ઇન્ટરનેશનલ એકેડેમી સ્કુલ પાસે ભાવસિંગ વેસ્તાભાઇ રાઠવા રે. હાલ જામવાડીને ગાંજાનો જથ્થો એક કિલો કિંમત 10,000 તથા બાઇક મળી કુલ રૂ. 65000ના મુદામાલ સાથે રૂરલ એસ. ઓ. જી.ના પી.આઇ. એ. આર. ગોહીલ તથા પી. એસ. આઇ. એચ. એમ. રાણાની ટીમે ઝડપી લઇ ગોંડલ તાલુકા પોલીસ મથકના હવાલે કર્યો હતો. પકડાયેલ ભાવસીંગે આ ગાંજાનો જથ્થો એમ. પી.ના શખ્સ પાસે 3 હજારમાં લઇ 8 હજારમાં વેચવાનો હોવાની કબુલાત આપી હતી. પકડાયેલ શખ્સને કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરાઇ છે. તસ્વીરમાં પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે રૂરલ એસ. ઓ. જી.નો સ્ટાફ નજરે પડે છે.
ગોંડલ જામવાડીનો શખ્સ ગાંજા સાથે ઝડપાયો
You Might Also Like
Follow US
Find US on Social Medias


