ગોંડલમાં મુથુટ ફિનકોપ કંપનીમા નવ શખ્સોએ સાઠગાંઠ રચી બનાવટી સોનુ ગીરવે મૂકી રૂપિયા 22,60,362 ની લોન મેળવી છેતરપિંડી કરી
9 શખ્સો દ્વારા 13 ગોલ્ડ લોન લેવામાં આવી હતી, અન્ય ધાતુના દાગીના ઉપર સોનાની વરખથી જાડો ઢાળ ચળાવી છેતરપિંડી કરી હતી
- Advertisement -
ગોંડલ શહેર ખાતે આવેલ મુથુટ ફિનકોપ કંપનીની બ્રાન્ચ ઓફિસમાં નવ જેટલા શખ્સો એ બનાવટી સોનુ મૂકી 13 ગોલ્ડ લોન મેળવી કંપની સાથે રૂ. 22,60,363 રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી માણેકપરા ભગવતી ચોકમાં રહેતા મેસર્સ મુથુટ ફિનકોપ કંપનીમાં એરીયા મેનેજર તરીકે નોકરી કરતા અમિતભાઈ પ્રવીણભાઈ જોષી એ ગોંડલ સિટી પોલીસ મથકમાં પ્રશાંત હરેશભાઈ વાજા રહે કુમકુમ રેસીડેન્સી ગોંડલ, મોઈન ઇબ્રાહીમભાઇ ગામોટ રહે ફૂલવાડી શેરી ચોરડી દરવાજા પાસે ગોંડલ, ઇમરાન ફારૂકભાઇ સમા રહે ચોરડી દરવાજા પાસે ગોંડલ, મેરુંન દિનેશભાઈ ફાગલી રહે કુંભારવાડા ગોંડલ, ફિરોજ છોટુભાઈ સિપાહી રહે આવાસ ક્વોટર ગોંડલ, કરણ રમેશભાઈ તન્ના રહે ખોડીયાર નગર ગોંડલ, દેવેન સુરેશભાઈ રાજગુરુ મોટી બજાર દરબાર ચોક ગોંડલ, આશિષ જીતેન્દ્રભાઈ ખખર રહે પંચમુખી હનુમાન મંદિર સામે ગોંડલ, તેમજ ધર્મેશ મનસુખભાઈ મકવાણા રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોંડલ વાળાઓ ખોટા સોનાના દાગીના ઓ મૂકી કંપની પાસેથી રૂપિયા 22,60,362 ની લોન મેળવી છેતરપિંડી કરી હોય પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૪૦૬ ૪૨૦ 120b મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ છેતરપિંડીના કેસમાં ઇમરાન ફારૂક સમા તેમજ દેવેનભાઇ સુરેશભાઈ રાજ્યગુરુ દ્વારા મુથૂટ ફાઇનાન્સ ની ઓફિસે આવી નોટરી ની સામે સોગંદનામુ કરી ખોટું બનાવટી સોનુ ગીરવે મૂકીને સોના ઉપર લોન લેતી હોવાનું સ્વીકારવામાં આવ્યું હતું અને લોનની રકમ ભરપાઈ કરવાની બાંહેધરી આપી હતી.


