ઓડીસાની નોવોડેલ કંપનીના સંચાલક બંટી-બબલીએ ડીસ્ટ્રીબ્યુટરશીપના નામે રૂપિયા કટકટાવી લીધા
એક્સપાયરીવાળો માલ ધાબડી દીધો, ફરિયાદ કરતા માલ પરત મંગાવી બુચ મારી દીધાની ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના ગોંડલ અને જેતપુરની બ્યુટી પાર્લર સંચાલિકાઓને ઓડિસાની કંપનીના બંટી-બબલીએ પોતાની કંપનીનો માલ વેચવા ડિસ્ટ્રીબ્યુટરશિપ આપી તેમની પાસેથી પૈસા પડાવી લઇ એક્સપાયરીવાળો માલ બટકાવી પરત મંગાવી 10.73 લાખનું બુચ મારી દેતા ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. ગોંડલના ભવનાથ શેરીમાં રહેતાં અને પોતાના ઘરે જ અનમોલ બ્યુટીપાર્લર ચલાવતા રીટાબેન મેહુલભાઈ લુણાગરીયા ઉ.48એ ઓડિસાની નોવોડેલ બ્યુટીકેરના માલીક સીતાકાન્ત મહાપાત્રા અને તેમના પત્ની સુનીતાબેન મહાપાત્રા સામે ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે તે 22 વર્ષથી બ્યુટી પાર્લર તેમજ કોસ્મેટીક આઇટમોનું વહેચાણ પણ કરે છે 2020માં તેમના જેતપુર રહેતા બહેનપણી નિતાબેન સુખડીયા સાથે ભાગીદારીમા નોવોડેલ બ્યુટીકેર કંપનીનુ બ્યુટી પ્રોડકટની ગોંડલમા વેચાણ માટેની ડીસ્ટ્રીબ્યુટરશીપ રાખવાની હોય જેથી માલીક સીતાકાન્ત મહાપાત્રા બંન્નેના બ્યુટીપાર્લરમા રૂબરૂ આવેલ અને કહેલ કે, તમે અમારી કંપનીનો જે માલ વેચશો તેના ઉપર 10 ટકા કમિશન આપશુ, તમારે 5 લાખ ડીપોજીટ પેટે આપવાના રહેશે જે બાદ નીતાબેને ડીપોજીટ પેટે 2.50 લાખ અને ફરીયાદીએ કુલ 3.24 લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કર્યા હતાં. દસ દિવસમા તેઓએ આપેલ ઓર્ડર મુજબનો માલ મળી ગયો હતો પરંતુ કોઇ બીલ મોકલાવેલ નહિ આ દરમ્યાન તેઓની પાસે રહેલ માલની ડેટ એકસ્પાયર થઈ જતા 2.50 લાખના માલ મામલે તા.23/11/2023ના સીતાકાન્તને વાત કરતા તેણે જણાવેલ કે, તે માલ હું કુરીયર વાળાને મોકલીશ, તમે તેને પરત આપી દેજો. જેથી આ માલ પરત આપી દીધો હતો જે બાદ આ એકસ્પાયરી ડેટનો માલ આવતો હોય જેથી ડિપોઝીટમાં રૂપીયા પરત આપી દેવા અવાર નવાર માંગણી કરતા તે રૂપીયા આપતા નહિ પરંતુ તમે અમારી સ્કીમ મુજબ માલ લો તેમ કહી અને તેમની સાથે ગોવા, કાશ્મિર, થાઇલેન્ડ વિગેરે જુદી જુદી જગ્યાએ પ્રવાસ કરેલ છે તેમજ ગોંડલ રહેતાં અને નિલધારા બ્યુટીપાર્લરના સંચાલક બહેનપણી રેખાબેન રૈયાણીને પણ આ સીતાકાન્ત તથા તેમના પત્ની સુમિતાબેનને રાજકોટ ખાતે માલ વેચવાની ડ્રીસ્ટ્રીબ્યુટરશીપ આપવા સહમત થયેલ અને રેખાબેનના પતિએ કુલ 4,99,970 સીતાકાન્તની કંપીનીના ખાતામાં ટ્રાન્સફર કરેલ હતાં જે બાદ માલ પરત મોકલાવેલ તેના પણ રૂપીયા આપેલ ન હતાં. જેથી આરોપી દંપતીએ ગુન્હાહીત કાવતરૂ રચી ફરીયાદીનાં 3.24 લાખ, નિતાબેનના 2.50 લાખ, રેખાબેનના 5 લાખ મળી કુલ 10,73,970 પરત નહિ આપી વિશ્વાસઘાત કરતાં ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



