કન્યાદાનમાં દાતાઓએ ફિક્સ ડિપોઝીટ સહિત કરિયાવર આપ્યું; નગરપાલિકાના પ્રમુખ અશ્ર્વિનભાઈ રૈયાણીએ ભાવપૂર્વક ક્ધયાદાન કર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સંતો-મહંતોની પવિત્ર ભૂમિ ગોંડલે ફરી એકવાર તેની ઉદારતા અને માનવતાના દર્શન કરાવ્યા છે. ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી દ્વારા ઈ.સ. 1886માં સ્થાપિત નિરાધાર લોકો માટેના આશીર્વાદરૂપ ભગવતસિંહજી બાલાશ્રમમાં ઉછરેલી દીકરી શ્રદ્ધાના લગ્ન રવિવારના રોજ મૂળ જશાપર નિવાસી કિશોરકુમાર સાવલિયા સાથે શાહી ઠાઠમાઠ વચ્ચે સંપન્ન થયા. ગોંડલ નગરપાલિકા સંચાલિત આ સંસ્થાની દીકરીના લગ્ન પ્રસંગે વાતાવરણમાં શરણાઈના મંગલ સૂર ગુંજયા હતા. આ પ્રસંગે દાતાઓએ ના પાડવા છતાં ઉદાર દિલથી દાનનો ધોધ વરસાવ્યો હતો, જેમાં ઢોલ વગાડનાર ગૌરી પરિવારે પણ પોતાની આવક બાલાશ્રમને અર્પણ કરી દીધી હતી.
- Advertisement -
આ ભવ્ય લગ્ન પ્રસંગમાં સંતો-મહંતો, ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત અનેક રાજકીય તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણીએ ક્ધયાદાનની વિધિમાં બેસીને ભાવપૂર્વક ક્ધયાદાન આપ્યું હતું.
નવદંપતીને ધારાસભ્ય ગીતાબા જાડેજા, અશોકભાઈ પીપળીયા અને મનસુખભાઈ સખીયાના હસ્તે બેંકમાં મૂકવામાં આવેલી ફિક્સ ડિપોઝીટ ફાઇલ સહિતના તમામ કાગળો અર્પણ કરવામાં આવ્યા હતા. ગોંડલ નગરપાલિકા આજે પણ મહારાજાના વારસાને જીવંત રાખીને નિરાધાર દીકરીઓ માટે માવતરની ભૂમિકા ભજવી રહી છે.



