નેશનલ હાઇવે રાજકોટ સાઈડ થઈ શહેરમાં પ્રવેશવા માટે મુખ્ય ગણાતા આશાપુરા રેલવે ફાટક અંડર બ્રિઝનું કામ પૂર્ણ થતાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા, નગરપાલિકાના પ્રમુખનાં પ્રતિનિધિ તરીકે સમીરભાઈ કોટડીયા, ઉપપ્રમુખ સંજયભાઈ ધિણોજા, કારોબારી ચેરમેન ઋષીરાજસિંહ જાડેજા, બાંધકામ ચેરમેન આસિફભાઈ ઝકરિયા, ગોંડલ નગરપાલિકા સદસ્યો હાજર રહ્યા હતા.
આશરે એક દોઢ વર્ષ પહેલાં ઉમવાળા ફાટક અંડર બ્રિઝ, સાંઢીયા પુલ ઓવર બ્રિઝનું લોકાર્પણ થયા બાદ આશાપુરા બ્રિઝનું કામ શરૂ કરાયું હતું લોકડાઉન દરમ્યાન પણ કામ શરૂ રહેતા સમય મર્યાદાની આસપાસ કામ પૂર્ણ થતાં વાહન ચાલકો અને શહેરીજનો એ હાશકારો અનુભવ્યો છે.


