પોલીસ ઊંડાણથી તપાસ કરે તો વધુ 15 થી 17 હવસખોરોના નામ બહાર આવે તેવી ચર્ચા.
ગોંડલ શહેરની ખાનગી હોસ્પિટલમાં પેટના દુખાવાની સારવાર માટે આવેલ સગીરા સાડા સાત માસની ગર્ભવતી નીકળતા તેના વાલીઓ ના પગ તળેની જમીન ખસી ગઈ હતી બાદમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
ગોંડલ તાલુકાના રૂપાવટી ગામે રહેતી સોળ વર્ષની સગીરા ઉપર આઠ માસ પહેલા ગામના સાહિલ કરીમભાઈ મલેક સિપાઈ રહે રૂપાવટી વાળાએ જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યુ હોય સગીરા ગર્ભવતી બની જવા પામી હતી.
ધાક ધમકી અને શારીરિક શોષણને લઈ સગીરા ગુમસુમ બની હોય પેટનો દુખાવો અસહ્ય બનતા તેની માતા તેને ગોંડલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવી હતી હોસ્પિટલના તબીબે સગીરા ગર્ભવતી હોવાનું જણાવતા તેના વાલીઓ ઉપર આભ ફાટી પડ્યું હતું તાત્કાલિક સગીરાને સરકારી હોસ્પિટલે ખસેડાઇ હતી બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવતા cpi કે એન રામાનુજ અને એ.એસ.આઇ કુંદનભાઈ મકવાણાએ આરોપી સાહિલ વિરુદ્ધ ipc કલમ 376 અને પ્રોકસોનો ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ સાહિલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ધૃણાસ્પદ બનાવ ને પગલે નાના એવા રૂપાવટી ગામમાં ચર્ચાનો વિષય બની ગયો હતો લોકોના ટોળામાં ચર્ચાઓ થવા લાગી હતી કે સગીરાને ગર્ભવતી બનાવવામાં માત્ર ઉપરોક્ત એક શખ્સ જ નથી અન્ય ઘણા શખ્સોની સંડોવણી છે જો પોલીસ દ્વારા આ દિશામાં તપાસ કરવામાં આવે તો વધુ 15 થી 17 હવસખોરોના નામ બહાર આવે તેમ છે અલબત્ત આ બાબતે પોલીસે ફરિયાદીઓ દ્વારા આવી કોઈ વાત જણાવાય નથી તેમ કહેવામાં આવ્યુ હતું.


