રાજકોટ કડિયા કામ કરતા યુવાનના બાઇકને સીએનજીના સિલીન્ડર વાળી ગાડી અડફેટે લીધું
યુવાનના મોતથી કુટુંબમાં લગ્ન પ્રસંગ મોકૂફ રખાયો
- Advertisement -
ગોંડલ
ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે બિલીયાળા ગામ પાસે સુલતાનપુરના યુવાનના બાઇકને સીએનજીના સિલીન્ડર વાળી ગાડીએ અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું ઘટનાને પગલે તાલુકા પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
ગોંડલ નજીક નેશનલ હાઈવે અને ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર રોજિંદા અકસ્માતના કારણે માનવ જિંદગી હોમાઇ રહી છે ત્યારે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે બિલિયાળા ગામ પાસે રાજકોટ કડિયા કામ કરતા સુલતાનપુરના મુકેશભાઈ રવજીભાઈ વડોદરિયા પોતાના બાઈક GJ03FL 768 ઉપર ગોંડલ થી રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે બિલીયાળા ગામ પાસે GJ2XX 6931 ના ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મુકેશભાઈ નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું બનાવ અંગે ધીરુભાઈ વડોદરિયા એ પોલીસ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.
- Advertisement -
મુકેશભાઈ સાત ભાઈ અને છ બહેનના પરિવારમાં સૌથી નાના હતા તેઓને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે જેમાંથી એક દીકરીના લગ્ન થઈ ગયા છે તાજેતરમાં કૌટુંબિક ભત્રીજાના પુત્ર ના લગ્ન હોય અકાળે મુકેશભાઈ નું નિધન થતાં લગ્ન પ્રસંગ મોકૂફ રખાયો હતો.