કાર જીપ જેવા વાહનોને 75 ટકા જ્યારે કોમર્શિયલ વાહનોને 50 ટકા રાહત
વાહન માલિકોએ આરસી બુક, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ પ્લાઝા ઓફિસે જમા કરવાની રહેશે
ગોંડલ
રાજકોટ જિલ્લાના નેશનલ હાઇવે 27 ઉપર ગોંડલ પાસે ભરૂડી ટોલ પ્લાઝા અને જેતપુર પાસે પીઠડીયા ટોલ પ્લાઝા આવેલ છે વર્ષોથી ટોલટેક્ષનો માર સહન કરતા પ્લાઝાના 20 કિમિ વિસ્તારમાં રહેતા લોકો માટે રાહતની જાહેરાત કરવામાં આવી છે.
- Advertisement -
રાહતની જાહેરાત અંગે ભરુડી ટૉલ પ્લાઝાના મેનેજર હસમુખભાઈ ગઢવીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના એરિયામાં આવતા પ્રાઇવેટ વાહનો જેવા કે કાર, વેન, જીપ માટે 75 ટકા ડિસ્કાઉન્ટ એટલે કે રૂ. 40ની જગ્યા એ ફક્ત રૂપિયા 10 ટોલ ટેક્સ ભરવાનો રહેશે જ્યારે કોમર્શિયલ વાહનો માટે 50% ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે.
આ સ્કીમનો લાભ લેવા માટે વાહન ચાલકોએ ટોલ પ્લાઝાની ઓફિસે આરસી બુક, આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે અને વાહન ઉપર ફાસ્ટેગ લગાવવું ફરજિયાત રહેશે
જો ફાસ્ટેગ નહીં લગાવેલું હોય તો રાબેતા મુજબ ડબલ ટોલ ટેક્સ ભરવાનો રહેશે