ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે દ્વારા 25મી ફેબ્રુઆરીના રોજ ગુરુપુષ્યઅમૃત યોગમાં પંચવટી સોસાયટી,સહજાનંદનગર,ભવનાથ-2,રામનગર તેમજ આસપાસ ની સોસાયટીના 1થી10 વર્ષ સુધીના 130 બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણપ્રશાન ઔષધ પીવરાવવામાં આવ્યું.
તેમજ ગોંડલ આસપાસની ઝૂંપડપટ્ટીના અભ્યાસ કરતા બાળકોને પણ આ સુવર્ણપ્રાસન ઔષધ વિના મૂલ્યે આપવામાં આવ્યુ..
વૈદિક પદ્ધતિથી અને અમૂલ્ય ઔષધોથી તૈયાર થયેલ આ સુવર્ણપ્રાશન ઔષધ ગોંડલ ના સેવાભાવી નયનભાઈ જોશી અને કેવલ્યભાઈ જોશી પરિવાર તરફથી વિનામૂલ્યે પૂરું પાડવામાં આવેલ..
હિતેશભાઈ દવે અને જતન દવે એ રૂબરૂ જઈને ગરીબ બાળકોને સુવર્ણપ્રાશન ઔષધ પીવરાવવામાં આવેલ જેમાં કિરણબેન દવે,જયશ્રીબેન જોશી તેમજ દેવલબેન ઉપાધ્યાય,અવાસિયાસાહેબ નો સહયોગ પ્રાપ્ત થયેલ..
હવે પછી આગામી તા.24મી માર્ચ મંગળવારે 2021,સવારે 10 વાગ્યા થી 2 વાગ્યા દરમ્યાન સુવર્ણપ્રાશન
વિનામૂલ્યે બાળકોને આપવામાં આવશે