સોના ચાંદીના છત્ર, દાગીના અને રોકડ રકમની ચોરી
ગોંડલ
- Advertisement -
ગોંડલ તાલુકાના માંડણકુંડલા ગામે આવેલ પારખીયા પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરે તસ્કરોએ ત્રાટકી માતાજીના સોના-ચાંદીના છત્ર દાગીના તેમજ રોકડ રકમ મળી રૂપિયા ચાર લાખના મુદ્દામાલની ચોરી કરી જતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ખોડીયાર માતાજીના મંદિરમાં ચોરીના બનાવ અંગે મનસુખભાઈ પારખીયા એ જણાવ્યું હતું કે વહેલી સવારે પારખિયા પરિવારના વડીલબંધુ સેવા પૂજા કરવા આવતા મંદિરનો સ્ટીલ નો મુખ્ય દરવાજો અને બીજો લાકડાનો દરવાજો તૂટેલો જણાયો હતો અને અંદર જઈ ને તપાસ કરતા માતાજીના સોના ચાંદીના છત્ર દાગીના અને રોકડા રૂ. 30000 મળી કુલ રૂ. ચાર લાખ ના મુદ્દામાલ ની ચોરી થયા નું જનતા તાલુકા પોલીસ ને જાણ કરવામાં આવી હતી પોલીસ સ્ટાફે આવી તપાસ હાથ ધરી હતી.


