ગોંડલ ગત રાત્રે નેશનલ હાઇવે પરથી કતલ ખાને લઇ જવાતી ગાયો ભરેલ ટ્રક રાજકોટ તરફ જઇ રહયો હોવાની બાતમી ગોંડલ નાં ગૌરક્ષક ગોપાલભાઇ ટોળીયા ને મળતા ચોરડી ગામ પાસે વોચ ગોઠવી ત્યાંથી ગાયો ભરેલ ટ્રક પસાર થતા ગોપાલભાઈ ટોળીયા,મુકેશભાઈ ભાલાળા, ભુપતભાઈ બતાળા, વિસાલભાઈ પુરોહીત,સહીતના ગૌ સેવકોએ ટ્રક નો પીછો કરી ગોંડલ આશાપુરા ચોકડી પાસે ગાયો ભરેલ ટ્રક ને રોકી તપાસ તેમાં કરતા આઠ ગાયો અને બે વાછરડા હોવાનું જણાતા તાત્કાલીક પોલીસ ને જાણ કરતાં પોલીસે દોડી જઇ ટ્રક નો કબ્જો મેળવી ગૌવંશ ને મુકત કરાવી ગૌશાળા માં મોકલી કાયઁવાહી હાથ ધરી હતી.પોલીસે ડ્રાઇવર ની પુછપરછ કરતા ટ્રક માં રહેલ ગૌવંશ માણાવદર થી ભરૂચ મોકલી રહ્યા નું જણાવેલ હતું.બનાવ અંગે સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.


