ગોંડલમાં 10 વર્ષ પહેલા મામાના ઘરે રોકાયેલ પત્નીને પતિએ પીઠના ભાગે છરીનો ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો જે અંગેનો કેસ અત્રેની સેશન્સ અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપી પતિને 10 વર્ષની સજા ફટકારી હતી
પ્રાપ્ત વિગતો મુજબ આબેદાબેન સરફરાજ તેરવાડીયા પર તેના પતિ સરફરાજ ચારિત્ર્યની શંકા કરતો હોય દસ વર્ષ પહેલા આબેદાબેન મામાના ઘરે રોકાયેલ હતાં ત્યારે સરફરાજ એ છરી સાથે ઘસી આવી પીઠના ભાગે છરી મારી દેતા ગંભીર રીતે ઘવાયા હતા જે અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતા અદાલતે દસ્તાવેજી પુરાવાઓ, 21 સાહેદો, ફરીયાદીની જુબાની તેમજ ડોક્ટર ની જુબાની સાથે સરકારી વકીલ ઘનશ્યામ ભાઈ ડોબરીયા ની દલીલોને ધ્યાને લઇ આરોપી પતિને ipc કલમ 307, 450 ના ગુનામાં તકસીરવાન ઠેરવી દસ વર્ષની સખત કેદની સજા ફરમાવી હતી.


