ગોંડલ
ગોંડલના ભગવતપરા મેઘવાળ સમાજ ની વાડી ખાતે ગાડગે બાબના પરીનિર્વાણ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન થવા પામ્યું હતું. બાબાના અમૂલ્ય વિચારો ભુખ્યાને ભોજન આપો, તરસ્યાને જળ આપો ,વસ્ત્રહીન લોકોને વસ્ત્ર આપો, ગરીબના સંતાનોને શિક્ષણ આપો, બેઘર લોકોને આશરો આપો, આંધળા વિકલાંગ બીમાર માણસો ને મદદ કરો, બેરોજગારોને રોજગાર આપો, પશુ પક્ષી મુંગા પ્રાણીઓને અભય દાન કરો, ગરીબ કમજોર માણસોના સંતાનોને લગ્નમાં મદદ કરો, દુખી અને નિરાશ માણસોને હિંમત આપો જેવા સૂત્રો ને સાર્થક કરવા યુવાનોએ બહોળી સંખ્યામાં રક્તદાન કરી 103 બોટલ રક્ત એકત્ર કર્યું હતું.


