અન્ડર-10 અને અન્ડર-12 બોયઝ-ગર્લ્સ વચ્ચેની કુલ 26 ટીમોએ ભાગ લીધો
ફૂટબોલ ટુર્નામેન્ટમાં રાજકોટની માસ્ટર એફ-સી ટીમ ચેમ્પિયન બની
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા સૌપ્રથમ વખત જિલ્લા કક્ષાની ગોલ્ડન બેબી લીગ ફુટબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં અન્ડર-10 અને અન્ડર-12 બોયઝ-ગર્લ્સ વચ્ચેની કુલ 26 ટીમોએ ભાગ લીધો હતો. આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં રાજકોટની માસ્ટર એફ-સી ટીમ મેદાન મારીને ચેમ્પિયન બની હતી જેથી વિજેતા ટીમને ટ્રોફી સહિતના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.
મોરબી ગોલ્ડન બેબી લીગ અન્ડર-10 અને અન્ડર-12 બોયઝ ગર્લ્સ માટે મોરબી જિલ્લામાં પ્રથમ વખત જ ફૂટબોલ ટુર્નામેન્ટનો જંગ ખેલાયો હતો અને મોરબી જિલ્લામાંથી યુ-10 માં કુલ 11 ટીમોમાં 125 ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં 114 ભાઈઓ સાથે 11 બહેનોએ પણ ભાગ લીધો હતો તે જ રીતે યુ-12 માં કુલ 15 ટીમોમાં કુલ 150 ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં 6 બહેનોએ પણ ભાગ લીધેલ હતો. ફૂટબોલ ટુર્નામેન્ટ ગત 11 ડીસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી રમાડવામાં આવી હતી અને તે પણ ફક્ત રવિવારે જ રમાડવામાં આવતી હતી જેથી સ્કૂલના બાળકોને અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન થાય. આ ટુર્નામેન્ટ પ્રથમ બે રવિવાર ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કુલના મેદાન પર રમાડવામાં આવી હતી ત્યારબાદ તમામ મેચો ગ્રીન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલના ફૂટબોલ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. ફૂટબોલ ટુર્નામેન્ટની સ્પર્ધાને અંતે રાજકોટની માસ્ટર એફસીની ટીમ બંને ગ્રુપમાં ચેમ્પિયન બની હતી તે જ રીતે યુ-10 ગ્રુપમાં વિવાન ઇલેવન ટીમે સિલ્વર મેડલ સાથે બીજા નંબર અને નાલંદા સ્કૂલની ટીમે ત્રીજો નંબર મેળવ્યો હતો. યુ-12 માં રાજકોટની માસ્ટર એફસી ટીમે પ્રથમ સ્થાન પર અને ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલની ટાઇગર ઇલેવનની ટીમ બીજા નંબરે અને મોરબીની ફૂટબોલ ક્લબની જજ્ઞભભયિ જફિિં ઋજ્ઞજ્ઞબિંફહહ અભફમયળુ ની ટીમ ત્રીજા નંબરે વિજેતા થઈ હતી. ફૂટબોલ ટુર્નામેન્ટને સફળ બનાવવા મોરબી ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો. દેવેનભાઈ રબારી, ફૂટબોલ એસોશીયન સેક્રેટરી જીતુભાઈ અને મોરબી ફૂટબોલ એસોસિયેશનના કોચ મુસ્તાક સુમરા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.


