ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમએ 139 કરોડ રૂપિયાનું સોનાનું કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું હતું
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમએ 139 કરોડ રૂપિયાનું સોનાનું કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું હતું. લોજિસ્ટિક્સ સર્વિસ ફર્મના વાહનમાંથી આ સોનાનું કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું હતું. જોકે, પૂણેની એક જ્વેલર્સ ફર્મે દાવો કર્યો છે કે સોનાનું આ કન્સાઇનમેન્ટ કાયદેસર છે.
- Advertisement -
મહારાષ્ટ્રનાં પુણેમાં એસએસટી તૈનાત કરવામાં આવી છે. સહકારનગર વિસ્તારમાં સિક્વલ ગ્લોબલ પ્રેશિયસ લોજિસ્ટિક્સનો ટેમ્પો અચાનક બંધ થઈ ગયો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું કે ટેમ્પોમાં રાખેલા બોક્સમાં દાગીનાં હતાં. આ ટેમ્પો મુંબઈથી આવ્યો હતો. આ પછી, આ મામલાની માહિતી આવકવેરા વિભાગ અને ચૂંટણી અધિકારીઓને આપવામાં આવી હતી. ટેમ્પોમાં મળી આવેલાં દાગીનાની કિંમત 139 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
જ્વેલરી કંપની પીએન ગાડગિલ એન્ડ સન્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમિત મોડકના જણાવ્યાં અનુસાર, જ્વેલરીનું આ કન્સાઇનમેન્ટ કાયદેસર છે. આ પુણેની વિવિધ સુવર્ણની દુકાનોમાંથી ઘરેણાં છે. જેમાં તેમની કંપનીનો 10 કિલોનો સામાન પણ સામેલ છે. જીએસટી ઇન્વોઇસ પણ દરેક જ્વેલરી સાથે જોડાયેલ છે. અમિતે કહ્યું કે, ટેમ્પો ડ્રાઇવરને પણ સોનાનાં આ કન્સાઇનમેન્ટની જાણ નથી. આ કન્સાઇનમેન્ટની ફક્ત મોકલનાર અને મેળવનારને જ ખબર છે માલસામાનમાં અમારી શાખાઓમાંથી મોકલવામાં આવેલાં જૂના સોનાનાં દાગીનાં પણ છે. આ ઉપરાંત લગભગ 1.5 કરોડની કિંમતનાં હીરાના ઘરેણાં પણ છે.
21 ઓક્ટોબરે પણ પુણે ગ્રામીણમાંથી 5 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. પોલીસે મુંબઈ-બેંગલુરુ હાઈવે પર નાકાબંધી કરી દીધી હતી. દરમિયાન ઘેડ-શિવપુર નજીક કારમાંથી આ રોકડ રકમ કબજે કરવામાં આવી હતી. આ કાર સતારા તરફ જઈ રહી હતી. કારમાં ચાર લોકો હતા. મહારાષ્ટ્રમાં 15 ઓક્ટોબરથી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થશે.