વિશ્વ બજારમાં સોનું પ્રતિ ઔંસ 47 ડોલર જેટલુ ઘટી 3350 ડોલર મુકાતુ હતું
અમેરિકા દ્વારા સોના પર ટેરિફ મુદ્દે હજુપણ પ્રવર્તતી અસ્પષ્ટતા અને રશિયા તથા અમેરિકાના પ્રમુખોની 15 ઓગસ્ટે મળી રહેલી બેઠકમાં યુક્રેન સાથે રશિયા યુદ્ધવિરામ કરવા તૈયાર થશે તો ગોલ્ડની સેફ હેવન માગ ઘટી જશે તેવી ધારણાંએ સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક સોનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. સોનું રૂપિયા 1,00,000ની અંદર ઊતરી ગયું હતું.
- Advertisement -
ટેરિફ વોર શરૂ થવાથી ઔદ્યોગિક માગ નબળી પડવાની શકયતાએ વૈશ્વિક ચાંદી 38 ડોલરની અંદર ઊતરી ગઈ હતી. અમેરિકામાં મંગળવારે જાહેર થનારા રિટેલ ફુગાવાના આંક પર પણ રોકાણકારોની નજર રહેલી છે. સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં 99.90 સોનુ પ્રતિ દસ ગ્રામ રૂપિયા 1,00,000ની અંદર ઊતરી જીએસટી વગર રૂપિયા 99957 જ્યારે 99.50ના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા 99557 મુકાતા હતા.
અમેરિકાના ફુગાવાના જાહેર થનારા આંકડા પર ધ્યાન
રશિયા તથા અમેરિકાના પ્રમુખો વચ્ચે શુક્રવારે મળનારી બેઠકમાં યુક્રેન સાથે યુદ્ધવિરામ કરવા રશિયા સહમત થશે તો સોનાની સેફ હેવન માગ ઘટવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. આ ઉપરાંત મંગળવારે અમેરિકાના ફુગાવાના જાહેર થનારા આંકડા પર પણ બજારની નજર છે.
- Advertisement -
સાઉદી અરેબિયા ક્રુડ તેલના ભાવમાં વધારો