– ડાયમંડમાં 30 ટકાનો વધારો
તહેવારોના દિવસો નજીક આવવા સાથે સોના-ચાંદી તથા ડાયમંડની ખરીદીમાં ફરી સળવળાટ દેખાવા લાગ્યો છે. ડાયમંડની કિંમતમાં સરેરાશ 30 ટકાના ઘટાડા તથા સોનામાં પણ તેજી અટકવા સાથે ઘણા વખતથી ભાવ સ્થિર થતા લોકો ખરીદીમાં રસ લેવા માંડયા છે. અધિક માસ ખત્મ થવા સાથે જ જવેલર્સોમાં ગ્રાહકોની વધુ સંખ્યા દેખાવા લાગી છે.
- Advertisement -
જવેલર્સ સંગઠન દ્વારા ઈન્ડીયન જવેલરી શોપીંગ ફેસ્ટીવલ ચલાવવામાં આવી રહ્યો છે. સંગઠનના જોઈન્ટ ક્ધવીનર મનોજ ઝાએ જણાવ્યું હતું કે રીટેઈલ ડીમાંડમાં વધારો દેખાવા લાગ્યો છે. ડાયમંડ પ્રમાણમાં સસ્તા થયા હોવાથી તેના વેચાણમાં સરેરાશ 30 ટકાનો વધારો હોવાનું જણાવ્યું છે. સોનાના દાગીનાના વેચાણમાં 20 ટકાનો વધારો છે.
સંગઠનના ડાયરેકટર દિનેશ જૈને કહ્યું કે દેશભરમાં સોના-ડાયમંડની ડીમાંડ-ખરીદીનો સળવળાટ માલુમ પડી રહ્યો છે. તહેવારોની સીઝનમાં ગત વર્ષની સરખામણીએ 25થી30 ટકા વધુ ખરીદી થવાનો આશાવાદ છે.
જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે રીયલ ડાયમંડના ઘટેલા ભાવને કારણે તેમાં ખરીદીનું આકર્ષણ જોવા મળી રહ્યું છે. રીયલ ડાયમંડનો સિતારો ફરી ચમકે તેવી શકયતા છે.
- Advertisement -
જવેલર્સ સંગઠનના મહામંત્રી સુરેન્દ્ર મહેતાના કહેવા પ્રમાણે સોનાની કિંમતને લાગેવળગે છે ત્યાં સુધી કેટલાક વખતથી ભાવ નીચા આવીને સ્થિર બન્યા છે પરંતુ દુનિયાભરમાં ભૌગોલિક-રાજકીય ટેન્શનને ધ્યાને લેવામાં આવે તો આવનારા સમયમાં તેજી થઈ શકે છે એટલે સોનુ ખરીદનારા લોકોને ભવિષ્યમાં સારુ વળતર મળી શકશે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રીપોર્ટમાં પણ એમ કહેવાયુ છે કે લાંબાગાળે સોનામાં ચમક યથાવત રહેશે. ભૌગોલિક-રાજકીય ટેન્શનનો પ્રભાવ હોવા ઉપરાંત પાયાની ડીમાંડમાંજ વૃદ્ધિ છે તેના આધારે સોનુ નવા ઉંચાભાવે પહોંચે તેવી શકયતા નકારાતી નથી. દુનિયાભરના દેશો દેણાના સંકટમાં ધકેલાય રહ્યો છે તે પણ તેજીનું કારણ બની શકે છે.