જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જણાવી દઈએ કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં ઘટાડો અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચોક્કસપણે અહીં સોનાનો ભાવ ચેક કરી લો.
આજે અક્ષય તૃતીયાના દિવસે સામાન્ય લોકો માટે ખુશખબર છે. સોનાના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે. અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે મોટાભાગના લોકો સોનું ખરીદે છે, ત્યારે આજે સોનું સસ્તું થયું છે. જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં ઘટાડો અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
- Advertisement -
ચાંદીના ભાવમાં આજે 200 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આજે ચાંદી 88,700 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાશે, જ્યારે ગઈકાલે (ગુરુવાર) સાંજ સુધી ચાંદી 88,500 રૂપિયાના ભાવે વેચાતી હતી. જે ગ્રાહકો આજે સોનું ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોય, એમના માટે સારા સમાચાર છે. કારણ કે સોનું 150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થઈ ગયું છે. મુંબઈમાં સોનાનો ભાવ 72,150 રૂપિયા છે.
દિલ્હીમાં આજનો સોનાનો ભાવ
10 મે, 2024ના રોજ દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત આશરે રૂ. 66,290 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત અંદાજે 72,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
આજે મુંબઈમાં સોનાનો ભાવ
મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 66,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 72,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- Advertisement -
અમદાવાદમાં સોનાનો આજનો ભાવ
અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 66,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહી છે. જયારે 24 કેરેટ સોનાની કિંમત 72,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચેન્નઈ, બેંગલુરુ, ભુવનેશ્વર, હૈદરાબાદ અને કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 66,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 72,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જયારે ગુરુગ્રામ, લખનૌ અને જયપુરમાં 22 કેરેટ સોનાની કિંમત 66,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 72,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જયારે પટનામાં 22 કેરેટ સોનાની કિંમત 66,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 72,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
સોનું ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
જો તમે સોનાના આભૂષણો ખરીદો છો, તો ગુણવત્તાને ક્યારેય અવગણશો નહીં. હોલમાર્ક જોયા પછી જ જ્વેલરી ખરીદો, હોલમાર્ક જ સોનાની સરકારી ગેરંટી છે. તમને જણાવી દઈએ કે ભારતની એકમાત્ર એજન્સી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) હોલમાર્ક નક્કી કરે છે. બધા કેરેટના હોલ માર્ક નંબર અલગ-અલગ હોય છે, જે જોયા અને સમજ્યા પછી જ તમારે સોનું ખરીદવું જોઈએ.