લાલ કિલ્લા પાર્કમાંથી 1 કરોડ રૂપિયાના હીરા, માણેક અને નીલમણિથી ભરેલું કળશ ચોરાયું
જૈન ધાર્મિક વિધિ દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લાના ઉદ્યાનમાંથી લગભગ 1 કરોડ રૂપિયાની કિંમતનો હીરા, માણેક અને નીલમણિ જડિત કળશ ચોરાઈ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી લીધી છે અને એફઆઈઆર નોંધવામાં આવી છે.
- Advertisement -
દિલ્હી પોલીસે શનિવારે જણાવ્યું હતું કે ગેટ નંબર 15 નજીક લાલ કિલ્લાના પાર્કમાં જૈન ધાર્મિક વિધિ દરમિયાન હીરા, સોના અને નીલમણિથી જડિત 1 કરોડ રૂપિયાની કિંમતનો રત્નજડિત કળશ ચોરાઈ ગયો હતો. પોલીસે પુષ્ટિ આપી હતી કે લાલ કિલ્લાના પરિસરમાં કોઈ ચોરી થઈ નથી.
ચોરાયેલી વસ્તુઓમાં આશરે 760 ગ્રામ વજનની એક મોટી સોનાની ઝારી, સોનાથી બનેલી નારિયેળ અને હીરા, માણેક અને નીલમણિથી જડેલી નાની ઝારીનો સમાવેશ થાય છે.
વિગતો મુજબ લાલ કિલ્લા સંકુલમાં જૈન ધર્મના વિશાળ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર 760 ગ્રામ સોનાનો કળશ, જેમાં 150 ગ્રામ હીરા, માણેક અને પન્ના જડેલા હતા, દર્શન માટે મુકવામાં આવ્યો હતો. આ કળશનું મૂલ્ય અંદાજે ₹1 કરોડ જેટલું હોવાનું માનવામાં આવે છે. પરંતુ મંગળવારે ભીડ વચ્ચે આ કળશ ગુમ થઈ ગયો. લોકોને પહેલા એવું લાગ્યું કે, કદાચ કોઇએ પૂજા માટે હટાવ્યો હશે, પરંતુ બાદમાં જ્યારે તપાસ શરૂ થઈ ત્યારે તેની ચોરીની આશંકા સામે આવી.
- Advertisement -
CCTV કેમેરામાં કેદ થયો શંકાસ્પદ વ્યકિત
આ ધાર્મિક વિધિમાં ઉદ્યોગપતિ સુધીર જૈન દરરોજ પૂજા માટે આ અમૂલ્ય કળશ લાવતા હતા. મંગળવારે યોજાયેલા કાર્યક્રમમાં ઘણા પ્રખ્યાત રાજકારણીઓ જેમ કે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા. આવી વિશિષ્ટ હાજરી વચ્ચે પણ સ્ટેજ પરથી કળશ ગાયબ થઈ જવો સુરક્ષા વ્યવસ્થાઓ પર મોટી સવાલ ઉઠાવે છે.
9 સપ્ટેમ્બર સુધી ચાલશે ધાર્મિક કાર્યક્રમ