યુકે જવા માંગતા ભારતીયોને હવે વિઝા માટે હવે વધારે ફી ચુકવવાની તૈયારી રાખવી પડશે. યુકે સરકાર ઈમીગ્રન્ટસ પાસેથી વધુ વિઝા ફી વસુલ કરવાનો નિર્ણય લીધો છે તેનો ટુંક સમયમાં અમલ થનાર છે. ફીમાં વધારાના કારણોમાં હાલમાં યુકેમાં શિક્ષકો, પોલીસ, જુનીયર્સ ડોકટર્સ અને પબ્લીક સેકટરના બીજા કર્મચારીઓ પોતાનો પગાર વધારવામાં આવે તે માટે સરકાર પર પ્રેસર કરી રહ્યા છે અને તમામ કર્મચારીઓને પગાર વધારવાની ભલામણ થઈ છે.
વડાપ્રધાન રિશી સુનકે આવકના બીજા સ્ત્રોત ઉભા કરવા વિઝા ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેના માટે માઈગ્રન્ટ માટે ચાર્જમાં વધારો કરવાનો નિર્ણય લેતા આગામી દિવસોમાં યુકે જતા ભારતીયોને વિઝા ફીમાં વધારો થવાનો બોજ ઉઠાવવો પડશે.
- Advertisement -
યુકેના વડાપ્રધાન રિશિ સુનકે જણાવ્યું હતું કે પબ્લીક સેકટરના કામદારોના વેતન વધારવા હોય તો તેના માટેના બીજી જગ્યાએથી નાણા લાવવા પડશે જે માટે ઈમીગ્રેશન હેલ્થ સરચાર્જમાં વધારો કરવાના છીએ. ઈમીગ્રન્ટે એનએચએસ મેળવવા માટે વધારો સરચાર્જ ભરવો પડશે. નવા દર વધારાનો આગામી મહિનામાં નિર્ણય લેવાશે.