બાલંભા ગામ મંગલ મહોત્સવના રંગે રંગાયુ: ભક્તિ, પ્રસાદ અને સેવાનો ત્રિવેણી સંગમ
23થી 31 ઓકટોબર મહોત્સવ: શાસ્ત્રી ચિંતનભાઈ પંડ્યા કથાનું રસપાન કરાવશે
કથા દરમિયાન રોજ રાત્રિના કાઠીયાવાડી ડાયરો, ભવ્ય સંતવાણી, ગોળા રાસ, માતાજીનો માંડવાનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જોડિયા તાલુકાના બાલંભા ગામે સમસ્ત રાઠોડ પરિવારના મહાઆદ્યશક્તિ કુળદેવી પરાઅંબા ભગવતી ચામુંડા માતાજી તથા સુરાપુરા ભાયાબાપાના આશીર્વાદ અને અનુગ્રહથી સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા નવલાં નૂતન વર્ષના મંગલ પ્રારંભે માતાજીના સાનિધ્યમાં ભક્તિ દ્વારા એકતાની શક્તિ બની બાલંભા મુકામે દેવી ભાગવત નવાન્હ જ્ઞાનયજ્ઞનું શુભ આયોજન ગુરુવાર તા. 23-10-2025થી તા. 31-10-2025 ને શુક્રવાર સુધી મહોત્સવ યોજાશે. વક્તા શાસ્ત્રી ચિંતનભાઈ પંડ્યા (અકાળાવાળા) વ્યાસપીઠે બિરાજીને સંગીતસભર શૈલીમાં સવારે 9-00થી 12-30, બપોરે 3-00થી 6-00 કથા રસપાન કરાવશે.
ભાઈબીજ ને ગુરુવાર તા. 23-10-2025 સવારે 7-00 કલાકે ચામુંડા માતાજી મઢે બ્રહ્મદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે ગણપતિ આદિ સ્થાપિત દેવોની પૂજા, પોથીયાત્રા સવારે 8-00 કલાકે ચામુંડા માતાજી મઢેથી સુશોભન વિવિધ ફ્લોટ્સ સાથે બાલંભા ગામના મુખ્ય માર્ગ પર ભક્તિસભર ભવ્યાતિભવ્ય વિશાળા શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રામાં ડ્રેસકોડ સાથે સાફા પહેરેલા યુવાનો બાઈક રેલી સાથે જોડાશે. મહિલા મંડળના બહેનો પણ રાસ-ગરબાની રમઝટ સાથે કથા સ્થળે પ્રયાણ કરશે.
આ ભવ્ય આયોજનમાં દિપ પ્રાગટ્ય તથા કથા પ્રારંભ 11-45 કલાકે કરવામાં આવશે. હાલારા ચોવીસીમાં વસતા સર્વે સમાજને આ કથામાં સ્નાન અને પાન કરવા જીવનને શુદ્ધ કરવા કથાશ્રવણ માટે માનવજીવનમાં ગંગા સ્નાન, યમુનાપાન, સંતદર્શન તથા કથાશ્રવણ શ્રેષ્ઠ લાભ છે. કથા દરમિયાન દરરોજ ભોજનરૂપી મહાપ્રસાદ દરરોજ સવારે નાસ્તો 7-00થી 9-00 સુધી, ભોજન બપોરે 12-30થી 2-30 સુધી, રાત્રિ ભોજન સાંજે 6-30થી 8-30 સુધીનું સુંદર આયોજન સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. આ જ્ઞાનસરિતાના મંગલ અવસરે સમસ્ત રાઠોડ પરિવાર ચામુંડા માતાજીનો મઢ, બાલંભા પ્રમુખ ગિરીશભાઈ એલ. રાઠોડ મો. 8668833018, મંત્રી બાબુલાલ એન. રાઠોડ મો. 9099010961, ઉપપ્રમુખ હિતેશભાઈ જી. રાઠોડ મો. 9099025113, ઉપપ્રમુખ શૈલેષભાઈ પી. રાઠોડ મો. 9822311681, ખજાનચી નંદલાલ બી. રાઠોડ મો. 9723778731 રાઠોડ પરિવારના હોદ્દેદારો, કાર્યકર કમિટી દ્વારા કથા શ્રવણનો લ્હાવો લેવા સહપરિવાર પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
દરરોજ રાત્રિના કાઠીયાવાડી ડાયરો, સંતવાણી, ગોળા રાસ, માતાજીનો માંડવાનું આયોજન
કથા દરમિયાન ભવ્ય કાઠીયાવાડી ડાયરો- સંતવાણી તા. 26-10-2025 ને રવિવાર રાત્રે 9-30 કલાકે જાજરમાન કાઠીયાવાડી ડાયરો અને સંતવાણીની રમઝટ બોલાવશે. જેના કલાકારો મહંત જયશ્રીદાસજી માતાજી (સંતવાણી), દલસુખ પ્રજાપતિ (ભજનિક), વિશાલભાઈ વરૂ (લોકગાયક), જયુભા સિંધવ (લોકસાહિત્યકાર) સાથી ટીમ દ્વારા કાર્યક્રમની રમઝટ બોલાવશે. સાથે ગોળા રાસ મંડળ તા. 29-10-2025 બુધવાર રાત્રે 9-30 કલાકે ગોળા રાસ જીજ્ઞેશાઈ ગોમટા ગ્રુપ કલાકારે જીજ્ઞેશભાઈ તથા સુખાભાઈ અને સાજિંદા સતના આધારે માતાજીનો ગોળો કાચના ગ્લાસ ઉપર ઈંઢોણી વગર માથે રાખી રાસ લેશે તેમજ શ્રી ચામુંડા માતાજીનો હરખનો નવરંગો માંડવો તા. 30-10-2025 ગુરુવાર રાત્રે 9-30 કલાકે રાવળદેવ ધર્મેશભાઈ રાવળ તથા સહસાજિંદાઓ સાથે માતાજીના ગુણગાન ગાશે, સાથોસાથ દરરોજ રાત્રિના ધૂનમંડળ, ભજન, રાસ ગરબાના કાર્યક્રમો યોજવામાં આવશે.
- Advertisement -