જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં મળેલા શિવલિંગની ઉંમર જાણવા માટે કાર્બન ડેટિંગ કરાવવામાં આવે કે નહીં? આ વાત પર આજે વારાસણસી કોર્ટનો નિર્ણય આવ્યો. જેમાં આ સુનાવણી 11 ઓક્ટોમ્બર સુધી ટળી રાખવામાં આવી છે.
કોર્ટના નિર્ણય પહેલા સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું પત્થર કે લોઢાની ઉંમરની જણાકારી મેળવી શકાય છે અને મળે તો કેવી રીતે ? જે કાર્બન ડેટિંગ પદ્ધતિનો દાવો કરનાર શિવલિંગની ઉંમર જાણવાની અરજી દાખલ કરવામાં આવી છે. શું તેની પૂરી પ્રક્રિયા, કેવી રીતે આ ટેકનિકથી ઐતિહાસિક સ્મારકોની ઉંમરની જાણકારી મળે છે.
- Advertisement -
સૌથી પહેલા કોર્ટના આદેશ પર જ્ઞાનવાપી પરિસરનો સર્વ કરવામાં આવ્યો હતો. સર્વ દરમ્યાન મસ્જિદના વજૂ ખાનામાં એક શિંવલિંગ આકારની આકૉતિ મળઈ હતી, જેને હિંદુ પક્ષના વિશ્વેશ્વરએ શિંવલિંગ હોવાનું જણાવ્યું હતું. જયારે મુસ્લિમ પક્ષ તેને ફુવારો કહે છે. શ્રૃંગાર ગૌરી નિયમિત દર્શન કેસમાં કુલ 5 વાદી મહિલાઓ છે, જેમાં 4 વાદી મહિલાઓના વકીલ વિષ્ણુ શંકર જૈનના સર્વ દરમ્યાન વજૂ ખાનામાં મળંલા શિવલિંગના કાર્બન ડેટિંગની માંગણી માટે અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી ચાલી રહી છે.
શું છે કાર્બન ડેટિંગ પદ્ધતિ?
જો કે, કાર્બન ડેટિંગ એવી પદ્ધતિ છએ, જેની સહાયતાથી એ વસ્તુની ઉંમરનો અંદાજો લગાવી શકાય છે. ધારો કે કોઇ પુરાતત્વ શોધ કરવામાં આવે છે, અને કોઇ વર્ષો જુની મૂર્તિ મળી જાય તો, તે કેવી રીતે જાણશો કે કેટલી જુની છે. કાર્બન ડેટિંગથી ઉંમરની ગણતરી કરવામાં આવે છે, જેને અબ્સલ્યૂટ ડેટિંગ કહેવામાં આવે છે. જેને લઇને પણ કેટલાક પ્રશ્નો છે, આ પદ્ધતિથી ચોક્કસ ઉંમરની જાણકારી મળવાની શક્યતા નથી. જો કે પદ્ધતિના ઉપયોગથી 40થી 50 હજાર વર્ષની સીમાની જાણકારી મળી શકે છે.
ક્યા દેશોમાં થાય છે ઉપયોગ
કાર્બન ડેટિંગની પદ્ધતિનો ઉપયોગ ભારતમાં જ નહીં દુનિયાના કેટલાય દેશોમાં થાય છે. આ પદ્ધતિની શોધ વર્ષ 1949માં શિકાગો યુનિવર્સિટીના વિલિયર્ડ લિબીએ કરી હતી. આ શોધ માટે તેમને વર્ષ 1960માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો હતો. જો કે આ શોધની કેટલીક મર્યાદા છે. નિર્જીવ વસ્તુઓની ઉંમર જાણવાની આ કોઇ ચોક્કસ પદ્ધતિ નથી. હવે ટેરાકોટાની મૂર્તિની ઉંમરની જાણકારી આ પદ્ધતિથી લગાવી શકાય નહીં.