હવે જીમેઇલ પણ પૈસા પડાવવાના માર્ગે
ખાસ-ખબર સંવાદદાતા
ટવીટરની જેમ હવે જી મેઈલ પણ બ્લુ ટીક સર્વીસ શરૂ કરવા જઈ રહ્યું છે. જેને લઈને જી મેઈલ યુઝર્સનાં પેટમાં ફાળ પડી છે કે શું હવે જી મેઈલ સર્વીસનાં પૈસા આપવા પડશે. સામે પક્ષે કંપનીનું કહેવુ ચે કે નવી સર્વીસનો હેતુ બોગસ ઈ મેઈલ રોકવાનો છે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગની ઓનલાઈન કે એપ બેસ્ટ સર્વીસ પેઈડ થઈ રહી છે. આ કંપનીઓ દ્વારા પ્રિમીયમ ઓફર તરીકે કેટલાંક ખાસ ફીચર્સ રજુ કરવામાં આવે છે. જેના બદલામાં ગ્રાહક પાસેથી ચાર્જ વસુલવામાં આવે છે. ટવીટરની જેમ હવે જી મેઈલ બ્લુ ટિક સર્વીસ લાવી રહી છે. ત્યારે યુઝર્સનાં મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું જી મેઈલ સર્વીસનાં પણ હવે પૈસા દેવા પડશે હાલ જી મેઈલ સર્વીસ ફ્રી છે. જી મેઈલ તરફથી પ્રારંભમાં પોપ્યુલર કંપનીઓને બ્લુ ટિક આપવામાં આવશે. જોકે તેને તબકકાવાર રીતે લાગુ કરવાની સૂચના છે.પહેલા ચરણમાં ફેમસ સેલિબ્રિટી મીડિયા અને અન્ય લોકો માટે બ્લુ ટિક જાહેર થશે.જી મેઈલનું માનવુ છે કે આથી ફેક ઈ-મેઈલ ખતમ થશે.