ઓછું ઓક્સિજન પૃથ્વીની સ્થિરતા માટે ખતરો : દુનિયાભરમાં જળસ્ત્રોતોના ઓક્સિજન લેવલમાં ઘટાડો
જળાશયોમાં ઓક્સિજન લેવલ દિવસેને દિવસે ઘટતું થતું જાય છે આ પૃથ્વીની સ્થિરતા માટે ખતરો છે જો આપણે સમયસર સજાગ નહીં થાય તો સમગ્ર ભોજન ચક્રમાં બદલાવ આવી જશે.
- Advertisement -
વિશ્વભરમાં જળસ્ત્રોતો ઝડપથી ઓક્સિજન ગુમાવી રહ્યા છે. આમાં નદીઓ, ધોધ, જળાશયો, તળાવો, દરિયાકિનારા અને મહાસાગરોનો પણ સમાવેશ થાય છે. આ પૃથ્વીની સ્થિરતાને જોખમમાં મૂકી શકે છે.
રેન્સેલર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોના અભ્યાસ મુજબ, 1980 થી, જળસ્ત્રોતોએ લગભગ સાડા પાંચ ટકા ઓક્સિજન ગુમાવ્યું છે અને જળાશયોએ 18.6 ટકા ઓક્સિજન ગુમાવ્યું છે. 1960 થી, દરિયાના પાણીના ઓક્સિજનમાં બે ટકાનો ઘટાડો થયો છે. એટલું જ નહીં, સેન્ટ્રલ કેલિફોર્નિયાના જળસ્ત્રોતોએ તાજેતરના દાયકાઓમાં 40 ટકા ઓક્સિજન ગુમાવ્યું છે.
આ અભ્યાસે એ વાતની પણ પુષ્ટિ કરી છે કે તમામ પ્રકારના જળસ્ત્રોતોમાં ઓક્સિજનમાં ધરખમ ઘટાડો થયો છે. અભ્યાસ મુજબ, પાણીનું ઓક્સિજન જીવન માટે ખૂબ જ જરૂરી છે અને પાણીમાં ઓક્સિજનનો ઘટાડો પૃથ્વીની સ્થિરતા તેમજ તમામ જીવો માટે ખતરો બની શકે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, પાણીમાં ઓક્સિજનનું સ્તર ઘટી જવાથી પ્રજાતિઓને ગંભીર અસર થઈ રહી છે.
- Advertisement -
આ સમગ્ર ભોજન ચક્ર બદલી શકે છે. જેને કારણે, સજીવોમાં ઘણા ફેરફારો થઈ શકે છે. જેમ કે તેમના કદ અને પ્રજનનમાં ઘટાડો, ધીમી વૃદ્ધિ ધીમો માનસિક વિકાસ વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. ભવિષ્યમાં, ઓક્સિજનની આ ઉણપ જીવોના મોટા પાયે મૃત્યુનું કારણ બની શકે છે. જેના કારણે ઇકોસિસ્ટમને પણ ગંભીર અસર થઇ રહી છે.
સંશોધકોના મતે, જળચર ઓક્સિજનની અછત મોટાભાગે આબોહવા અને જમીનના ફેરફારો સાથે જોડાયેલી છે. કારણ કે વધતા તાપમાનથી પાણીના ઓક્સિજનની માત્રામાં ઘટાડો થાય છે. ઉપરાંત ઓક્સિજનના વપરાશમાં સતત વધારો પણ ઓક્સિજન ઘટાડા માટે જવાબદાર છે. ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ ઇકોસિસ્ટમમાં સ્વચ્છ પાણી અને દરિયાઇ જીવોને નુકસાન પહોંચાડી રહ્યા છે.