વૈશ્વિક સ્થિતિની અસરથી માર્કેટ કેપ નવ માસ બાદ પ્રથમ વખત 2.99 ટ્રીલીયન ડોલર
વૈશ્વિક બેન્કીંગ અને શેરબજારમાં સર્જાયેલી કટોકટી અને ભારતમાં જે રીતે હવે સેન્સેકસ તથા નીફટી તેની ‘હાઈટ’ ગુમાવી રહ્યા છે તે બાદ આજે નવ માસમાં પ્રથમ વખત ભારતીય શેરબજારનું માર્કેટ કેપીટાલાઈઝેશન 3 લાખ કરોડ ડોલરથી નીચે આવીને 2.99 લાખ કરોડ ડોલર નોંધાયું છે.
- Advertisement -
ભારત આ રીતે વિશ્વના 10 સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતા દેશોમાં છઠ્ઠા સ્થાને છે. યુરોપ અને અમેરિકામાં જે રીતે માર્કેટમાં વેચાણનું દબાણ છે તેની અસર ભારતમાં પડી છે અને હવે માર્કેટ કેપ લેવલ 2.99 લાખ કરોડ ડોલર (ટ્રીલીયન ડોલર) નીચે આવી ગયુ છે જે સ્થિતિ છેલ્લે 23 જૂન 2022ના જોવા મળી હતી.
જો કે અફડાતફડી છતા અમેરિકા નંબર વનના સ્થાને 41.83 ટ્રીલીયન ડોલર છે અને હજુ આ પ્રકારની અફડાતફડી રહેવાની છે જેથી આ માર્કેટ કેપ હજુ નીચુ આવી શકે છે.