– ભારતીય GDP 7.5 ટ્રીલીયન અમેરિકી ડોલરથી આગળ વધશે
– વૈશ્વિક સેવાઓમાં ભારતને 60 પોઇન્ટ : આઉટસોર્સ બિઝનેસ 180 અબજ ડોલરમાંથી 500 અબજ ડોલર પહોંચશે
- Advertisement -
વિશ્વમાં આગામી દિવસોમાં મંદી સહિતની ધારણાઓ તથા ફુગાવાની સતત વધી રહેલી અસર વચ્ચે પણ ભારતીય અર્થતંત્રએ વિશ્વમાં સૌથી શાનદાર દેખાવ કરશે અને 2030 સુધીમાં દુનિયાનું ત્રીજુ સૌથી મોટુ અર્થતંત્ર બની જશે.
વૈશ્વિક એજન્સી મોર્ગન સ્ટેનલી દ્વારા તેના રિપોર્ટમાં આ અનુમાન લગાવાયું છે અને જણાવાયું છે કે, ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્પાદન, ઉર્જામાં જે બદલાવ આવી રહ્યો છે તેનાથી વિકાસને વેગ મળ્યો છે અને ખાસ કરીને એડવાન્સ ડીજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે દેશની આર્થિક વ્યવસ્થામાં પણ ઝડપ આવી છે અને 2030 સુધીમાં ભારતએ વિશ્વમાં ત્રીજુ નંબરનું અર્થતંત્ર બની જશે.
મોર્ગન સ્ટેનલીએ એ પણ દાવો કર્યો છે કે, ભારતીય જીડીપી 2031 સુધીમાં 7.5 ટ્રીલીયન ડોલરને ક્રોસ કરી જશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં જે ખાસ બદલાવ આવી ગયો છે તેના કારણે રોકાણકારો અને કંપનીઓ માટે મોટા અવસર પેદા થશે. ભારત જનસંખ્યા, ડીજીટલીકરણ, ડી-કાર્બોનાઇઝેશન અને ડી-ગ્લોબલાઈઝેશન ભણી આગળ વધી રહ્યું છે અને આ દશકાના અંત સુધીમાં વિશ્વના 25 ટકા અર્થતંત્રને ભારત ચલાવતુ હશે.
- Advertisement -
મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં જણાવાયું છે કે, આગામી દસકમાં પ્રતિ વ્યક્તિ આવક 35 હજાર અમેરિકી ડોલર ધરાવતા પરિવારોની સંખ્યા પાંચ ગણી વધી જશે. આગામી એક દસકામાં ભારતમાં અઢી કરોડ પરિવારો એવા હશે કે જેની વાર્ષિક ઇન્કમ 35 હજાર ડોલરથી વધુ હશે. મોર્ગન સ્ટેનલીના અનુસાર 2031 સુધીમાં ભારતીય જીડીપી 7.5 ટ્રીલીયન અમેરિકી ડોલર પહોંચી જશે અને પ્રતિ વ્યક્તિ આવક 2278 અમેરિકી ડોલરથી વધીને 5442 અમેરિકી ડોલર સુધી થઇ જશે.