નૌપતા 25 મેથી શરૂ થવાના છે. એવામાં ધરતી ઉપર સૂર્યના કિરણો વધારે સમય સુધી રહેશે. જેના કારણે ગરમી અને બાફમાં વધારો થશે. આવનાર 9 દિવસ સૌથી વધારે તાપ રહી શકે છે. તેને જ નવતપા કે નૌતપા કહેવામાં આવે છે. આ દિવસોમાં થોડી મહત્ત્વપૂર્ણ વસ્તુઓનું દાન કરવું જોઈએ. ધર્મગ્રંથોમાં આ દિવસે કરવામાં આવતા દાનનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે
- Advertisement -
માન્યતાઓ અને પરંપરા:
ગરુડ, પદ્મ અને સ્કંદ પુરાણ સાથે જ માન્યતા અને પરંપરાઓ પ્રમાણે આ દિવસોમાં અનેક વસ્તુનું દાન કરવું શુભ માનવામાં આવે છે. નૌતપામાં દાન કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. નૌતપામાં કરવામાં આવતા દાનથી અજાણ્યે કરેલા પાપ દૂર થાય છે અને પુણ્ય મળે છે.
- Advertisement -
આ વસ્તુઓનું દાન કરી શકાય છે
નૌતપામાં ઠંડક આપતી વસ્તુઓનું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. સવારે પૂજા અને દાનનો સંકલ્પ કર્યા બાદ સત્તૂ, પાણીનો ઘડો, પંખો અથવા તડકાથી છુટકારો મેળવવા માટે છત્રી પણ દાન કરી શકો છો. લોટથી ભગવાન બહ્માની મૂર્તિ બનાવીને પૂજા કરાવનું પણ વિધાન છે. આ સમયગાળામાં જરૂરિયાતમંદને ઠંડી વસ્તુઓ દાન કરવાથી બ્રહ્માજી પ્રસન્ન થાય છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે નૌતપામાં પાણીનું દાન કરવું શુભ મનાય છે. નૌતપામાં ગરમી વધે છે જેના કારણે પાણીની તરસ પણ વધે છે. આ દિવસોમાં જરૂરિયાતમંદ લોકોને પાણી પીવડાવો. જો તમારી પાસે કોઇ પાણી માંગે તો તેને પાણી જરૂર આપો. વૈશાખ અને જેઠ મહિના દરમિયાન નૌતપા આવવાથી દાનનું મહત્ત્વ વધી જાય છે. આ દિવસોમાં આંબો, નારિયેળ, ગંગાજળ, પાણીથી ભરેલું માટલું, સફેદ કપડા અને છત્રી દાન કરવી જોઇએ. નૌતપામાં ગરમી વધી જવાથી શરીરમાં પાણી ઘટી જાય છે. આ દિવસોમાં ઠંડક આપનારી વસ્તુઓ જેમ કે, દહીં, નારિયેળનું પણ દાન જરૂરિયાતમંદ લોકોને કરવું જોઇએ. તેના દ્વારા પુણ્યની પ્રાપ્તિ થાય છે.