અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
ગાંધીનગર તા. 10/07/2023ના ઠરાવ મુજબ જે ટેટ 1-2, ટાટ 1પાસે ઉમેદવારની ભરતી જ્ઞાન સહાયક 11 માસના કરાર આધારિત કરવા જઇ રહ્યું છે. રાજ્યના શિક્ષણ પર ખૂબ જ માઠી અસર થઇ રહી છે. ઠરાવમાં જણાવ્યા મુજબ જ્ઞાન સહાયકની ભરતી ટેટ અને ટાટ પરીક્ષા આધારિત થવાની છે. જો કરાર આધારિત ભરતીનું આયોજન થઇ શકતું હોય તો કાયમી ભરતીનું આયોજન કેમ ન થાય? દરેક વિદ્યાર્થીઓ માટે આ એક મહત્વનો પ્રશ્ન છે. ત્યારે ટેટ અને ટાટના ઉમેદવારોને કાયમી નિમણૂંક આપવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ક્લેક્ટરને આવેદન પાઠવાયું છે.
રાજ્યના તમામ વિદ્યાર્થીઓ અને ઉમેદવારોના ભાવિની ચિંતા કરી રાજ્ય સરકારની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવો ઠરાવ રદ્દ કરી જૂની નિમણૂંક પદ્ધતિ પ્રમાણે ટેટ 1-2, ટાટ-1માં પાસ થયેલ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારને વહેલી તકે ભરતી પ્રસિદ્ધ કરી કાયમી નિમણૂંક આપવામાં આવે એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગર દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.