જૂનાગઢનાં ભાજપનાં અગ્રણીએ રજુઆત કરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરની એક વિરાસત સમાન એવા ગીરનારમાંથી નીકળતી બે નદીઓના સંગમ સ્થાનએ બનાવાયેલ ઐતિહાસિક સુદર્શન તળાવને હેરિટેજમાં સમાવિષ્ટ કરી દરજ્જો આપવા માટે ભાજપ અગ્રણીએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી છે.જૂનાગઢ ભાજપના અગ્રણી પ્રદિપભાઈ ખીમાણીએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જૂનાગઢમાં ગીરનારની ગોદમાં સુવર્ણસિકતા એટલે હાલની સોનરખ નદી અને લુપ્ત થઈ ગયેલી પલાશીની નદીનું સંગમ સ્થાન જ્યા હતુ તે સ્થળે ચંદ્રગુપ્ત મોર્યના સમયમાં સૌરાષ્ટ્રના સુબા પુષ્પપતે બંધાવેલું હતુ.
- Advertisement -
આ બંધના કારણે તળાવમાં પાણીનો સંગ્રહ થતો હોવાથી આ તળાવને સુદર્શન તળાવ એવું નામ આપવામાં આવ્યુ હતુ. આ પછી મોર્ય સમ્રાટ અશોકના સમયકાળમાં તેના સુબા યવનરાજ એ ખેતીના સિંચાઈ માટે સુદર્શન તળાવમાંથી નહેર કાઢી હતી. આ બંધનું કામ એટલું મજબુત હતું કે, સાડા ચારસો વર્ષ સુધી ટકી રહ્યુ હતુ.