ગૌપ્રેમીએ પોતાના લોહીથી લખેલું આવેદનપત્ર પાઠવ્યું
રાજકોટમાં ગૌપ્રેમીઓએ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. એક ગૌપ્રમી કાનુ કુબાવતે પોતાના હાથમાં સિરીંઝ ભરાવી લોહી કાઢી આવેદનપત્ર પર લખ્યું હતું કે, ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરો. ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માગમાં શહેરની જુદી જુદી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ જોડાય હતી. 170 દિવસથી દિલ્હીમાં ધરણામાં બેઠેલા અર્જુન આંબલિયાના સમર્થનમાં આજે ધાર્મિક સંગઠનો પણ આવ્યા છે. ગુજરાતી પાસે ગુજરાતીઓ માંગ કરે છે કે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરોના સુત્રોચ્ચાર કર્યા હતા. કલેક્ટર કચેરીમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા ગૌપ્રેમીઓએ વિવિધ બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.