નરસિંહ મહેતા યુનિ.નાં સંસ્કૃત વિભાગે ગિતા જયંતિની ઉજવણી કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
હિન્દુ કેલેન્ડર મુજબ મોક્ષદા એકાદશી માગશર સુદ અગિયારસની તિથિએ ગીતા જયંતિની ઊજવણી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં સંસ્કૃત ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી હતી. ઉજવણીનાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત કુલપતિ પ્રો. ડો. ચેતન ત્રિવેદીએ ભવનનાં વિદ્યાર્થીઓ, પ્રબુધ્ધ નગરજનો, વિભાગીય વડાઓ અને શીક્ષણકાર્ય સાથે સંકળાયેલ યુનિ.નાં કર્મયોગીઓને સંબોધતા જણાવ્યુ હતુ કે માગશર એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું અને ત્યારથી આ દિવસે ગીતા જયંતિ ઉજવવાનું શરૂ થયું હતું.
- Advertisement -
ગીતાજીમાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. ગીતા/ ગીતોપનિષદના ઉપદેશોને આત્મસાત કરવાથી જીવનમાં સફળતાનો માર્ગ મળે છે અને બધી શંકાઓનો નાશ થાય છે. શ્રીમદભાગવત ગીતામાં બધી પરેશાનીઓનો ઉકેલ જણાવવામાં આવે છે. શ્રીમદભાગવત ગીતાનો પાઠ કરવાથી યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિકસિત થાય છે.ડો. ત્રિવેદીએ ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગની મસજ આપી ભારતિય જ્ઞાન પરંચપરા, નવિશિક્ષણ નીતિ.અંગે વિસ્તૃત જાણાકરી આપી હતી. સાથે સંસ્કૃત અંગે વાત કરતા કહ્યુ હતુ કે સંસ્કૃત એ માત્ર કર્મકાંડની ભાષા નથી બલ્કે સંસ્કૃત તો વિજ્ઞાન અને ટેક્નોલોજીને સ્વીકૃત કરતી સૈાથી સરળ ભાષા છે. ડો. ચેતન ત્રિવેદીએ વિવિધ ભવનોનાં છાત્ર-છાત્રાઓ અને અભ્યાપક ગણ નિત્ય અભ્યાસ પ્રારંભે ગીતાજીનાં એક અધ્યાયનું પઠન કરવા સંકલ્પ લેવડાવ્યો હતો.આ તકે ડો. દિનેશ પાઠકે ભારતિય શાસ્ત્રો અને વિજ્ઞાનનાં સંધાનને ટાંકી ગિતા અંગે વિસ્તૃત સમજ આપી ભગવાન વિષ્ણુને સમર્પિત એકાદશી તિથિનાં વિશેષ મહત્વ અને આ દિવસે વિધી-વિધાનથી થતી પૂજા-ઉપાસનાં અને ઉપવાસ અંગે જાણકારી આપી હતી.