જૂનાગઢનું માર્કેટીંગ યાર્ડ કેસર કેરી માટેનું હબ : કેસર કેરીનાં 25 બોક્ષની હરાજી
ગીરની વિશ્ર્વ વિખ્યાત કેસર કેરીનું ગઇકાલે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં આગમન થયું હતું. પ્રથમ દીવસે 10 કિલોના 25 જેટલા બોક્ષની આવક જોવા મળી હતી અને 1000 થી 1500 રૂપીયા સુઘી ભાવ પણ જોવા મળ્યો હતો.
જૂનાગઢનું માર્કેટીંગ યાર્ડ કેસર કેરી માટેનું હબ ગણાય છે. ત્યારે કેસર કેરીની સીઝન આવતા ગઇકાલે પ્રથમ હરાજી થઇ હતી. ગીર વિસ્તારમાં કેસર કેરીનું મોટા પાયે ઉત્પાદન થાય છે. ત્યારે ગઇકાલે કેસર કેરીનાં 25 બોક્ષની હરાજી જોવા મળી હતી. 10 કીલોના પ્રતી બોક્ષના ભાવ 1000 થી 1500 રૂપીયા જોવા મળ્યા હતા. ગત વર્ષે તૌકતે વાવાઝોડા અને મોડે સુઘી વરસાદના લીધે કેસર કેરીને મોટું નુકશાન થયું છે. ત્યારે આ વર્ષે કેરીનું ઉત્પાદન ઘટશે અને કેરી મોડી આવશે તેમ યાર્ડના વેપારીનું કેહવુ છે. ગત વર્ષે માર્કેટીંગ યાર્ડમાં 7 લાખ જેટલા બોક્ષની આવક જોવા મળી હતી. જેમાં આ વર્ષે ઘટાડો થશે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેરીની હરાજી શરૂ થતાં રિટેલ વેપારીઓએ પણ કેસર કેરીની ખરીદી કરી હતી.
- Advertisement -
જેમાં સારી કેસર કેરીની 1500 થી 1600 રૂપીયા સુધીમાં ખરીદી કરી હતી. વેપારીના મતે ગ્રાહકોને કેરીની શરૂઆતની સીઝનમાં એક કિલો કેરીનાં 100 રૂપીયાથી વધુનો ભાવ જોવા મળશે એટલે જેમ જેમ કેરીની આવક વધશે તેમ તેમ ભાવ પણ ઘટશે તેવુ વેપારીનું માનવું છે.
આ પણ વાંચો : દેબિના બેનર્જી પ્રેગ્નન્સી દરમિયાન દીવાલના ટેકા વગર હેડસ્ટેન્ડ કરતી જોવા મળી
https://khaskhabarrajkot.com/2022/03/29/debina-banerjee-was-seen-doing-headstand-without-wall-support-during-pregnancy/


