મહાશિવરાત્રિનો મેળો એટલે પ્રકૃતિ અને ભક્તિનો મેળો
એક દિવસ બાકી, ભવનાથ તળેટીમાં સાધુ સંતોનું આગમન
- Advertisement -
મનપા, વહીવટી તંત્ર, વન વિભાગ, પોલીસ તંત્ર ખડેપગે રહેશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ મહાશિવરાત્રી મેળો લઘુકુંભ તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.અને આદિ અનાદિ કાળથી ગિરનારની ગોદમાં મહા શિવરાત્રી મેળો યોજાય છે. જેમાં દેશ દેશાવરના સાધુ – સંતો અને શ્રીમહંતો સાથે 10 લાખથી વધુ ભાવિકો મેળામાં જોડાઈ છે.અને ભકતી, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. મહાશિવરાત્રીનો મેળો એટલે પ્રકૃતિ અને ભક્તિનો મેળો ભવનાથ તળેટીમાં યોજાય છે જયારે તા.22 ફેબ્રુઆરીથી મેળાનો પ્રારંભ થવાનો છે અને પાંચ દિવસ સુધી એટલે 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે નાગા સાધુની રવેડી અને મધ્યરાત્રીએ મૃગી કુંડમાં શાહી સ્નાન સાથે મેળો પૂર્ણ થશે જેમાં લાખો શ્રદ્ધાળુ જોડાઈને પૂર્ણયનું ભાથું બાંધે છે. ગિરનારની છત્રછાયામાં આવેલ ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં તળેટી ખાતે પાંચ દિવસ સુધી મેળો યોજાશે જેને લઈને અન્નક્ષેત્રો અને ખાણીપીણીના સ્ટોલ તેમજ ફજેત ફાળકા સહીતની તૈયારીઓ શરુ થઇ ગઈ છે.અને ભાવિકોની ચહેલ પહેલ વધી છે.સામાજિક સંસ્થાઓ દ્વારા પણ શ્રદ્ધાળુઓને સહયોગ કરવા અનેક રૂપે મદદ રૂપ બને છે. ત્યારે લઘુકુંભ મેળામાં ઉતારા મંડળ દ્વારા પણ ખાદ્ય સામગ્રી સાથે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.તેની સાથે સાધુ – સંતોએ ધુણા બનાવી આલેખ જગાડી છે.
પ્રતિ વર્ષ 10 થી 15 લાખ ભાવિકો મેળામાં પધારતા હોઈ તેને ધ્યાને રાખીને વહીવટી તંત્ર સાથે મહાનગર પાલિકા અને વન વિભાગ સહીતના વિભાગો દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને મેળામાં આવતા ભાવિકોને અગવડતા ન પડે તેવી તકેદારી રાખવાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. મહા શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં જયારે ભાવિકો જોડાશે તેને ધ્યાને રાખીને રેલવે તંત્ર દ્વારા ખાસ વધારાની ટ્રેનો દોડશે તેમજ એસટી વિભાગ દ્વારા પણ જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી સુધી 70 જેટલી મીની બસો દોડવામાં આવશે તેમજ રાજ્ય ભરમાંથી આવતા ખાનગી વાહનો માટે પણ નિ:શુલ્ક પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.તેની સાથે સૌચાલય, પાણી તેમજ વિખુટા પડેલ યાત્રિકો માટે પણ ખાસ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે વન વિભાગ પણ ખડે પગે જોવા મળશે અને વન્ય પ્રાણી ભવનાથ તળેટીમાં ન આવી ચડે અને કોઈ અનિચ્છિય બનાવ ન બને તેના માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે આમ તમામ વિભાગો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાતો મહા શિવરાત્રી મેળો એટલે શિવ અને જીવનું મિલન સમા આ મહાશિવરાત્રી મેળામાં તમામ જ્ઞાતિ જાતિના લોકો પધારે છે.અને એક સાથે ભાત ભાતના પહેરવેશ સાથે રાજ્ય ભરમાંથી અને અન્ય રાજ્યોના ભાવિકો મેળો માણવા પધારે છે.
- Advertisement -
પ્રયાગરાજ પૂર્ણ મહાકુંભના લીધે મેળામાં સાધુ-સંતોની સંખ્યા ઓછી રહેશે
મહાશિવરાત્રીનું સ્નાનનું ખુબ મહત્વનું હોય છે ત્યારે યુપીમાં પ્રયાગરાજ ખાતે પૂર્ણ મહાકુંભ ચાલી રહ્યો છે.જેમાં 50 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી ચુક્યા છે ત્યારે હજુ મહા શિવરાત્રીના દિવસે પણ પ્રયારાજ મહાકુંભ મેળામાં હજુ કરોડો યાત્રિકો ડૂબકી લગાવશે જેના લીધે જૂનાગઢ ગિરનારની ગોદમાં યોજા મહાશિવરાત્રી મેળામાં નાગા સાધુ અને સંતો અને શ્રી મહંત સંતોની ઓછી હાજરી જોવા મળશે જો આવશે તો પણ તેનું ટૂંકું રોકાણ જોવા મળશે જયારે આજે પ્રયાગરાજમાં મહાકુંભમાં દેશ દુનિયાના સંતો – મહંતો પધારેલ છે.