આજથી દિવાળી પર્વે સોરઠના પર્યટન સ્થળ પર પ્રવાસીઓનો ઘસારો
જૂનાગઢમાં ગિરનાર યાત્રા, ઉપકોટ કિલ્લો, સક્કરબાગ ઝૂ ની મુલાકાત લેશે
- Advertisement -
રોપ – વે સફર, સિંહ દર્શન, સોમનાથ મહાદેવ દર્શન સાથે દિવાળી પર્વની ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
આજથી દિવાળી પર્વ સાથે બેસતા વર્ષના પાવન દિવસોમાં હરવા ફરવાના સ્થળો સાથે ધાર્મિક સ્થાનોમાં પ્રવાસીઓનું મિનિ વેકેશન શરુ થયું છે ત્યારે જૂનાગઢ તેમજ સાસણ ગીર સિંહ દર્શન તથા ગીર સોમનાથ મહાદેવના દર્શન સાથે દીવ પર્યટન સ્થળની મુલાકાતે પ્રવસીઓ ખુબ મોટી સંખ્યામાં ઉમટી પડશે દીપાવલી અને નૂતન વર્ષના પાંચ દિવસના મીની વેકેશન દરમિયાન પ્રતિ વર્ષ હજારો અને લાખોની સંખ્યામાં પ્રવસીઓ સોરઠના પર્યટન સ્થળોની પરિવાર સાથે મુલાકાતે પધારે છે.ત્યારે હોટલ, ફાર્મ હાઉસ સહીતના સ્થળોએ લોકોની ભીડ જોવા મળશે. ગુજરાતમાં સોરઠ પ્રદેશ પર્યટન સ્થળ તરીકે વિશ્વ વિખ્યાત છે ત્યારે વર્ષના અનેક તેહવાર સમયે દેશ વિદેશથી ખુબ મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે દિવાળી અને નૂતન વર્ષમાં પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદીરે ભગવાન ભોળાનાથના દર્શન કરવાનું અનેરું મહાત્મ્ય છે ત્યારે મહાદેવને શીશ જુકાવી ધન્ય બને છે.સોમનાથ મંદિર ટ્રસ્ટની હોટેલો સાથે આસપાસની હોટલોના બુકીંગ ફૂલ જોવા મળી રહ્યા છે ત્યારે ભાવિકોના ઘસારાના ધ્યાને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવના દર્શન કરવા પધારતા યાત્રિકો માટે ખાસ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પાર્કિંગથી લઈને તમામ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. જૂનાગઢ શહેર ધર્મની નગરી સાથે પ્રાચીન નગર તરીકે અલગ ઓળખ ધરાવે છે.ત્યારે ગિરનાર રોપ-વે શરુ થયા બાદ પ્રવાસીઓની સંખ્યમાં વધારો થયો છે જેમાં રોપ – વેની સફર માણવાની સાથે ગિરનાર પર્વત બિરાજમાન જગત જનની માં અંબાના દર્શન સાથે ગુરુ શિખર પર બિરાજમાન ભગવાન દત્તાત્રયના દર્શન કરવાની સાથે કુદરતી સૌંદર્યનો નજારો માણવા દૂર દૂરથી યાત્રિકો ગિરનાર યાત્રા કરવા પધારે છે.ત્યારે દીપાવલી તેહવાર નિમિતે ભવનાથ તળેટીમાં આવેલા આશ્રમ અને હોટલમાં યાત્રિકોની ભીડ જોવા મળી રહી છે.બીજી તરફ શહેરમાં આવેલ ઉપર કોટ કિલ્લાનું નવીની કરણ બાદ કિલ્લામાં આવેલ વિવિધ સાઈટની મુલાકાતે બોહળી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.એજ રીતે સક્કરબાગ પ્રાણી સંગ્રાહલયમાં વન્ય પ્રાણી જોવા પણ એક લ્હાવો છે.જેમાં બાળકો અને પરિવાર વન્ય પ્રાણી નિહાળી આનંદ માણે છે તેમજ મહાબત મકબરા અને નવાબી સમયનું મ્યુઝિયમ સહિતના સ્થળોની વિઝીટ કરે છે.
સાસણ ગીર સિંહ દર્શન માટે તમામ જીપ્સી સફારી હાઉસ ફૂલ
- Advertisement -
એશિયાટિક સિંહોને ગીરના જંગલોમાં મુકતમને વિહરતા જોવા એક લહાવો છે.તેની સાથે વન્ય જીવ શ્રુષ્ટિ અને કુદરતી સૌંદર્યનો આનંદ માણવા પર્યટકો તેહવારના દિવસોમાં ઉમટી પડે છે જેમાં જંગલ સફારી માટે તમામ જીપ્સીનું બુકીંગ ફૂલ જોવા મળે છે તેની સાથે દેવળીયા સફારી પાર્કમાં જીપ્સી તેમજ બસ દ્વારા સિંહ દર્શન કરવામાં આવે છે.આજથી દિવાળી પર્વ શરુ થતા પ્રવાસીઓ સાસણ ગીર તરફ વળ્યાં છે અને પાંચ દિવસ સુધી સિંહ દર્શન સાથે હોટલ તેમજ ફાર્મ હાઉસમાં રોકાણ કરીને દીપાવલી અને નૂતન વર્ષના દિવસોમાં હરવા ફરવાનો આનંદ માણશે.
સંઘ પ્રદેશ દીવના બીચ સાથે પર્યટન સ્થળ પર પર્યટકોનો ઘસારો
સોરઠ પ્રદેશમાં આવેલ દીવ એક અલગ પર્યટન સ્થળ તરીકે વિશ્ર્વ વિખ્યાત છે ત્યારે દિવાળી પર્વની ઉજવણી કરવા દૂર દૂર થી પર્યટકો દીવ બીચ પર દરિયાની મોજ માણવા સાથે કિલ્લાની મુલાકાત કરે છે.આ પાંચ દિવસના મીની વેકેશનમાં શનિ રવિના દિવસોમાં પ્રવસીઓ ખુબ મોટો ઘસારો જોવા મળશે.ત્યારે દીવાની તમામ હોટલોના બુકીંગ ફૂલ થઇ ગયા છે.જેના સામાન્ય દિવસો કરતા હોટલના રૂમના ભાડામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.