ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ ગિરનાર રોપ-વે ગઈકાલ ભારે પવનના લીધે બંધ રખાયો હતો જોકે આજે પણ પવન ગતિ વધુ રહેતા રોપ-વે બંધ રાખવાની ફરજ પડી હતી છેલ્લા બે દિવસથી ગીરનાર પર્વત પર 60 કિમિ આસપાસ પવન ફુંકાતા રોપ-વે સેવા બંધ રાખવામાં આવતા દૂર દૂર થી આવતા યાત્રિકોને રોપ-વે સફર વગર પાછું જવું પડ્યું હતું જયારે અમુક યાત્રિકોએ ભારે ગરમીમાં પણ ગિરનાર સીડીના સહારે ગિરનાર યાત્રા કરવી પડી હતી ગિરનાર પર્વત પર વેહલી સવારે ભારે પવન ફુકાય છે
- Advertisement -
ત્યારે રોપ-વે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવે છે અને બપોરે અસહ્ય ગરમીના લીધે યાત્રિકોની સંખ્યા ઓછી હોઈ છે.અને ભવનાથ તળેટી પણ ખાલીખમ જોવા મળે છે એક તરફ ઇલેકશન ચાલી રહ્યું છે તો બીજી તરફ વિદ્યાર્થીઓનું વેકેશન પણ પડી ગયું છે એવા સમયે પણ ચૂંટણી હોવાના લીધે પ્રવાસીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે.બે દિવસથી રોપ-વે બંધ રહેતા પ્રવાસીઓ રોપ-વેની સફર વગર પાછા ફરી રહ્યા છે.