ખાસ-ખબર સંવાદદાતા
ગિરનાર જંગલને પ્લાસ્ટિક મુકત બનાવવા નેચર ફર્સ્ટ દ્વારા સપ્તાહનાં દર રવિવારે પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવે છે.નેચર ફર્સ્ટનાં આ અભિયાનને 50 સપ્તાહ પૂર્ણ થઇ ગયા હતાં. આ રવિવારે પણ 80 કીલો જેટલું પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું હતું અને નાશ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ નેચર ફર્સ્ટ સંસ્થા દ્વારા 50 સપ્તાહથી દર રવિવારે પકૃતિના જતન અંતર્ગત ગીરનાર જંગલના જુદાજુદા વિસતારમાંથી પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવે છે અને બાદ તેનો નાશ કરવામાં આવે છે. દર રવિવારે આ કામગીરી કરવામાં આવે છે. આ રવિારે ગીરનારની સીડી પાસેના વિસ્તારમાં પ્લાસ્ટિક મુકત ગીરનાર જંગલ અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી. જેમાં 80 કીલો જેટલાં પ્લાસ્ટિકનો નાશ કરવામાં આવ્યો હતો.