અમરેલીમાં 10 અને રાજકોટમાં 12 ડિગ્રી: દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ચમકારો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિયાળાએ અસલી રંગ દેખાડવાનું શરૂ કરી દીધુ છે અને સતત ઠંડીમાં વધારા સાથે સવારનું તાપમાન નીચુ આવી રહ્યું છે. આજે પણ અનેક સ્થળોએ સવારનું તાપમાન ર થી 3 ડિગ્રી જેટલું ઘટવા પામ્યું હતું. ખાસ કરીને સવારનું તાપમાન ઘટવા સાથે ઉત્તર-પૂર્વનાં ઠંડા પવનો ફુંકાતા હોય ઠંડીની તિવ્રતા વધુ અનુભવાઇ છે.
દરમ્યાન આજે પણ રાજકોટ સહિત અર્ધો ડઝન શહેરોમાં સવારે શીત લહેરો વચ્ચે 12 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. ગિરનાર પર્વત ઉપર ફરી એકવાર તાપમાન નીચુ સરકયુ હતું અને 7.2 ડિગ્રી તાપમાન નોંધાતા પ્રવાસીઓ ઠુંઠવાયા હતા.
ખાસ કરીને રાજયમાં આજે સૌથી વધુ ઠંડી નલીયા અને અમરેલી ખાતે નોંધાઇ હતી. આજે સવારે નલિયામાં સતત બીજા દિવસે સિંગલ ડિઝીટ સાથે 8.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા નલિયાવાસીઓએ હિમ જેવા વાતાવરણનો અનુભવ કર્યો હતો. આ ઉપરાંત આજે સવારે અમરેલી ખાતે 10.4 ડિગ્રી સાથે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડી અનુભવાઇ હતી.
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોલ્ડનવેવની અસર હોય ભારે પવન સાથે કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. ત્યાડરે આજે વ્હેવલી સવારે અમરેલી જિલ્લામાં ચાલું સિઝનમાં ફરી એક વખત ઠંડીમાં નોંધપાત્ર વધારો જોવાં મળ્યો હતો. આજે અમરેલી 10-4 ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું છે. અમરેલી શહેર સહિત જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસથી ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે આજે સવારે શહેરના મુખ્યી માર્ગો મોડે સુધી સૂમસામ જોવા મળતા હતા. જ્યારે આજે સવારે રાજકોટમાં 8 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવા સાથે 12 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા ટાઢોડનો અનુભવ થયો હતો. તેમજ પોરબંદરમાં 12.3, વેરાવળમાં 16.2, અમદાવાદમાાં 13.1, વડોદરામાં 12.8, સુરતમાં 14.8, ભાવનગરમાં 15, ભુજમાં 14.5, દમણમાં 13.6, ડિસામાં 12.4, દિવમાં 13.6, ગાંધીનગરમાં 12.6, કંડલામાં 14.5 અને દ્વારકામાં 18 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
વધુમાં સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ ગીરનાર પર્વત ઉપર પારો ઘટીને 7.2 ડિગ્રીએ નીચે પહોંચી જવા પામ્યો છે. પ્રવાસીઓ ગીરનાર પર્વત ઉપર ઠુંઠવાતા ઠંડા પવનનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. ભવનાથ તળેટીમાં પણ પારો 10 ડિગ્રીએ નીચે જતો રહેતા ઠંડુ વાતાવરણ ગુલાબી ઠંડીનો અનુભવ લોકોને થઇ રહ્યો છે. શહેરમાાં 12 ડિગ્રીએ પારો સવારે નીચે આવી જતા શીયાળાનો અહેસાસ થઇ રહ્યો છે.
ઉપરાંત જામનગર શહેરમાં છેલ્લા 24માં લઘુતમ તાપમાનમાં આશિક વધારા સાથે પારો 13 ડિગ્રી પહોંચી ગયો હતો.તો મહતમ તાપમાનમાં 1 ડિગ્રીના ઘટાડા સાથે 30 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ બીજા દિવસે પણ 63 ટકા સ્થિર રહ્યુ હતુ.જ્યારે પવનની ગતિ પ્રતિકલાક 2.9 કિમિ નોંધાઇ હતી. તથા ભાવનગર શહેર અને ગોહિલવાડ પંથકમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું છે. આજે શુક્રવારે ભાવનગર શહેર નું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82% રહ્યું હતું. સવારે પવન ની ઝડપ 8 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
શ્રીનગરમાં માઈનસ 2 ડિગ્રી, હિમાચલમાં ઝરણાં થીજ્યાં
ડિસેમ્બરની શરૂઆત સાથે, દેશના મોટાભાગના ભાગો શીત લહેરની ઝપેટમાં આવી ગયા છે. ઠંડી ઝડપથી ફેલાઈ રહી છે. આજે અનેક રાજ્યોમાં શીત લહેરની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાન સહિત આશરે 15 રાજ્યો માટે તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસ માટે લાલ અને નારંગી ચેતવણી જારી કરી છે. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં લોકો તીવ્ર ઠંડીથી પીડાઈ રહ્યા છે. કાશ્મીરમાં ઘણી જગ્યાએ તાપમાન શૂન્યથી નીચે રહે છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં લઘુત્તમ તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે, અને ઘણી જગ્યાએ તાપમાન સામાન્યથી નીચે આવી ગયું છે. લાહુલ સ્પીતી અને આદિવાસી જિલ્લાઓમાં તાપમાન શૂન્યથી નીચે જવાને કારણે કુદરતી જળસ્ત્રેત થીજી ગયા છે. ગુરુવારે સવારે કાશ્મીરના ઘણા ભાગોમાં હળવા ધુમ્મસ છવાયું હતું. ઝોજી લા પાસ ખાતે સૌથી ઓછું તાપમાન -18.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જમ્મુમાં લઘુત્તમ તાપમાન 8.6 ડિગ્રી સેલ્સિયસ હતું. જમ્મુ વિભાગના ભાદરવાહમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાશ્મીર અને લદ્દાખના ઉપરના ભાગોમાં ઝાડ પર તાજો બરફ જામી ગયો છે. પાણીનાસ્ત્રેત પણ આંશિક રીતે થીજી ગયા છે. હિમાચલ પ્રદેશમાં, છેલ્લા 24 કલાકમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 0.2 ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું છે.



