ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ વેજીટેબલ રોડ પર ભીમસર સરકારી નિશાળ પાસે રહેતા પીન્ટુભાઈ ચનાભાઈ પરમાર (ઉ.વ.26) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર-જીજે-37-ટી-6990 ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળુ વાહન ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી પોતાની આગળ જતા ફરીયાદીના હીરો મોટરસાયકલની સાઇડ કાપી ડાબી બાજુ દબાવી ફરીયાદીના મોટરસાયકલની જમણી બાજુના હેન્ડલ સાથે અથડાવી મોટરસાયકલને પછાડી દઇ ફરીયાદિના બાઈકમા બેસેલ ફરીયાદીની દીકરા આયુષી ઉ.વ-07 વર્ષ વાળી ટ્રકના પાછળના વ્હીલમાં આવી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવી તથા ફરીયાદીને જમણા પગે ઘુંટણમાં સામાન્ય ઇજા ફરીયાદીના પત્નિ અશ્મીતાબેન ને જમણા હાથે અંગુઠાના ભાગે ફેક્ચર જેવી ઇજા પહોંચાડી ટ્રક લઇ નાસી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.