વંથલી પોલીસે તપાસ શરૂ કરી
ખાસ-ખબર સંવાદદાતા
વંથલીના વાડલાફાટક પાસે આવેલ ગ્રીન સિટી વિસ્તારમાં તરુણીનું કુવામાં પડી જવાના બનાવમાં જુનાગઢ ફાયર વિભાગની ટીમ એ ઘટના સ્થળે પહોંચી તરુણીના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાને લઈ વંથલી પોલીસ ની ટીમે તરુણીની ઓળખ અંગે કરેલી તપાસમાં તેજલ મંગળભાઈ ગુજરીયા ઝાંઝરડા ગામે રહેતી અને મૂડ રાજુલા તાલુકાના ખેરા ગામે હોવાનું સામે આવ્યું હતું. તરુણીના મૃતદેહને પીએમની કામગીરી કરવામાં આવી હતી. તરુણીના મોત અંગેનુંકારણ જાણવા વંથલી પોલીસે વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.
વાડલા ફાટક ગ્રીનસિટી પાસે આવેલ કુવામાં પડી જતા તરુણીનું મોત
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/12/TARUNI-NU-MOT.jpeg)