વન્યજીવોની સુરક્ષા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા વનતંત્ર સજ્જ
ઓપ્ટિકલ, પીટીઝેડ સાથે એએનપીઆર કેમેરા અને સ્પીડ રડાર સાથે મોનીટરીંગ કરાશે
મેંદરડાથી સાસણ એસએચ 26 લગાવામાં આવી : વાહનો સ્પીડ 30 કિ.મી. મર્યાદા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં સાસણ ગીર હવે ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત થયું છે જેમાં વન્યપ્રાણી-વાહન અકસ્માતો ઘણા જ ઘાતક સાબિત થાય છે. આ ઘટનાઓમાં મનુષ્ય અને વન્યપ્રાણી બન્નેને ગંભીર ઇજાઓ પહોંચી શકે છે અને કેટલીકવાર આ અકસ્માતો જીવલેણ પણ બને છે. આવા અક્સ્માતોને અટકાવવા માટે વિવિધ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ફેન્સીંગ, અંડરપાસ અને ઓવરપાસ જેવા પરંપરાગત પગલાંથી લઈને અદ્યતન તકનીકી ઉકેલો સામેલ છે. તાજેતરના વર્ષોમાં, ટ્રાફિક વ્યવસ્થાપન પ્રણાલીમાં અત્યાધુનિક ટેકનોલોજીનું સંકલન એ માર્ગ સલામતી વધારવા માટે નિર્ણાયક બની ગયું છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં વન્યજીવ વારંવાર રસ્તાઓ ક્રોસ કરે છે. સંરક્ષિત વિસ્તારો અને વન્યપ્રાણી કોરિડોરમાંથી પસાર થતા રસ્તાઓ ઉપર વાહનોની ઝડપના કારણે થતા અકસ્માતોનું પ્રમાણ ઘટાડવું એક મહત્વપૂર્ણ મુદ્દો છે. વન વિભાગ, ગુજરાત રાજ્ય વન્યજીવ સંરક્ષણ માટે નવીન ઉપાયો અપનાવવા પ્રતિબદ્ધ છે. વન્યજીવોની સુરક્ષા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા તરફના એક મોટા પગલામાં, વન વિભાગ, ગુજરાત રાજ્યએ એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે “ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ” સ્થાપિત કરી છે. આ અદ્યતન સેન્સર આધારિત સિસ્ટમ ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન તેમજ પ્રાણીઓની શોધ માટે અદ્યતન થર્મલ/ઓપ્ટિકલ કેમેરાઓની સુવિધા થી સજ્જ છે.
ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમમાં થર્મલ/ઓપ્ટિકલ કેમેરા 16, પીટીઝેડ કેમેરા 8, એએનપીઆર કેમેરા 4, સ્પીડ રડાર 4, સ્ટ્રોબ લાઇટ 4, ડિસ્પ્લે યુનિટ 20 અને કંટ્રોલ યુનિટ નો સમાવેશ થાય છે. આ સિસ્ટમનો સર્વેલન્સ રૂમ સાસણ-ગીર ખાતેના ગીર હાઇ-ટેક મોનિટરિંગ યુનિટ સાથે જોડાયેલ સુરક્ષિત નેટવર્કથી જોડાયેલ છે. આ સિસ્ટમ મેંદરડાથી સાસણ રોડ (જ.ઇં. 26) પર લગાવવામાં આવી છે, જે વાણીયાવાવ ફોરેસ્ટ ચેક-પોસ્ટથી શરૂ થઈને સાસણ તરફ 1000 મીટર સુધી વિસ્તરે છે.
ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ રડાર/લાઇડાર જેવા વિવિધ સેન્સરોનો ઉપયોગ કરી વાહન ઓળખે છે અને તેની ગતિને માપે છે. આ ઉપરાંત, ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (અગઙછ) કેમેરા દ્વારા પસાર થતા વાહનોની નમ્બર પ્લેટો આપમેળે વાંચવામાં આવે છે અને તેનું અર્થઘટન કરવામાં આવે છે. આ ટેક્નોલોજી વાહન ચલકોની ઓળખમાં મદદ કરે છે, જે કાયદા અમલમાં લાવવા અને ગતિ મર્યાદાના ઉલ્લંઘનને ટ્રેક કરવા માટે મહત્વપૂર્ણ છે. સિસ્ટમ દ્વારા એકત્રિત આ માહિતી ડ્રાઇવરોને તેમના વાહનની ગતિ વિશે તાત્કાલિક ચેતવણી આપવા માટે કઊઉ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવે છે. મુસાફરોને વાહનની ગતિ મર્યાદા 30 કિમી/કલાક રાખવાની સલાહ આપવામાં આવે છે.
થર્મલ/ઓપ્ટિકલ કેમેરા અદ્યતન ઇમેજિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રસ્તા પર અથવા તેની આસપાસમાં વન્યજીવોની હિલચાલ ઉપર દેખરેખ રાખે છે. આ ટેક્નોલોજી રાત્રિના સમયે અથવા ઓછી દૃશ્યતાવાળી સ્થિતિમાં પણ અસરકારક છે. જ્યારે સિસ્ટમને કોઈ વન્યપ્રાણીની હાજરી જણાય, ત્યારે તે તરત જ એલઇડી સ્ક્રીન ઉપર “વાઇલ્ડલાઇફ અહેડ” જેવી ચેતવણી આપે છે. આ રીઅલ-ટાઇમ ચેતવણીઓ ડ્રાઇવરોને તેમના વાહનોની ગતિ ધીમી કરવાની અને સાવચેતીપૂર્વક આગળ વધવાની મંજૂરી આપે છે.આ એલર્ટ વણીયાવાવ ફોરેટ ચેકપોસ્ટની સર્વેલન્સ રૂમમાં મોકલવામાં આવે છે અને સિસ્ટમ કંટ્રોલ યુનિટમાં તમામ વિગતોનો લોગ રાખે છે. આ સિસ્ટમને સાસણ-ગીર ખાતે ગીર હાઈ-ટેક મોનિટરિંગ યુનિટમાંથી પણ મોનિટર કરવામાં આવે છે. ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ, ગીરમાં માર્ગ સુરક્ષા વધારવા સાથે મુસાફરો અને વન્યજીવોના રક્ષણ માટે વન વિભાગ, ગુજરાત રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ અદ્યતન તકનીકને ભવિષ્યમાં ગીર અને ગ્રેટર ગીર લેન્ડસ્કેપના અન્ય ભાગોમાં પુનરાવૃત્ત કરી શકાય છે, જે સમગ્ર લેન્ડસ્કેપમાં સંરક્ષણ પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.