ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા સામાન્ય ચુંટણી અનુસંધાને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પ્રોહી. બુટલેગરને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલાયો ગીર સોમનાથ જીલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા ઇસમો પર કડક કાર્યવાહીના ભાગરૂપે વેરાવળના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગારના માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. એસ.એમ.ઇસરાણી તરફથી પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફત ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર આર.જી.ગોહીલ તરફ મોકલતા, તેઓ દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી પ્રોહી બુટલેગર અમિત મનસુખલાલ ઉનડકટ રહે.પાણીના ટાંકા પાછળ, વેરાવળ વાળા વિરૂધ્ધ તા.5 ના રોજ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ,જે પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન મુજબ હેડ કોન્સ. નટુભા બસીયાએ વોચમાં રહી પકડી પાડી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ હતો.