ગત તા. 12-6ના રોજ કોડીનાર પો. સ્ટે. વિસ્તારમાં આઠ વર્ષની સગીર બાળા પર દુષ્કર્મ આચરી મોત નિપજાવેલ ચકચારી બનાવનું તપાસના અંતે માત્ર 25 દિવસમાં ગીર સોમનાથની ટીમે ચાર્જશીટ રજૂ કરી છે. વધુ વિગત એવી છે કે ફરિયાદીની ફરિયાદ આધારે ગુન્હો રજી. કરવામાં આવ્યા બાદ તાત્કાલિક પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢ રેન્જના માર્ગદર્શન હેઠળ તપાસના કામે સીટની રચના કરવામાં આવી હતી. ત્યારે પોલીસ અધિક્ષક ગીર સોમનાથ તથા સુપરવિઝન અધિકારી તરીકે મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગનાઓ તથા ત્રણ પોલીસ ઈન્સ્પેકટર કક્ષાના અધિકારીઓની ટીમ બનાવી તાત્કાલિક આરોપીને ઝડપી પાડ્યો હતો. ભોગ બનનાર- મરણ જનારનું જામનગર ખાતે ફોરેન્સીક પી.એમ. પેનલ ડોકટરથી કરાવી જરૂરી મેડીકલ સેમ્પલો- કપડાં કબજે કરવામાં આવ્યા હતા. આ ગુનાના કામે સ્પેશ્યલ સરકારી વકીલની નિમણુંક સારૂં પણ દરખાસ્ત કરવામાં આવી છે તેમજ સીટ દ્વારા પૂરતા વૈજ્ઞાનિક પુરાવા તેમજ સીઆરપીસી કલમ 164 મુજબના કુલ 6 નિવેદનો તેમજ અન્ય સાહેદો મળી કુલ 80 સાહેદો-પંચો સાથે આરોપી વિરૂદ્ધ કુલ 250 પાનાનું ચાર્જશીટ તૈયાર કરી ગઈકાલના રોજ માત્ર 25 દિવસમાં નામદાર કોર્ટમાં સબમીટ કરવામાં આવેલા છે.
દુષ્કર્મ અને હત્યાના કેસમાં માત્ર 25 દિવસમાં ચાર્જશીટ રજૂ કરતી ગીર-સોમનાથની ટીમ

Follow US
Find US on Social Medias