ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા તેમજ નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગારના માર્ગદર્શન હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ સબબ મારી માટી મારો દેશ કાર્યક્રમ અનુસંધાને માર્ચપાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ સંસ્કૃત યુનિવર્સિટી ખાતેથી પોલીસ માર્ચ પાસ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં હેડ કવાટર્સના બેન્ડ સાથે મારી માટે મારો દેશના બેનર તથા રાષ્ટ્ર ધ્વજ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ સબબ મારી માટી મારો દેશ કાર્યક્રમ અનુસંધાને માર્ચપાસ કરવામાં આવેલ અને ટાવર ચોક થઇ તાલુકા કચેરી વેરાવળ માર્ચ પાસ પુર્ણ કરેલ આ અભિયાન અંતર્ગત શહીદોને શ્રદ્ધાંજલિ, વૃક્ષારોપણ, પંચ પ્રણ પ્રતિજ્ઞા, ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં સોમનાથ મરીન, વેરાવળ સીટી, પ્રભાસ પાટણ, મહિલા પોલીસ સ્ટેશન, જીલ્લા પોલીસ હેડ કવાર્ટરના પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી., એસ.આર.ડી., ટી.આર.બી. સ્ટાફ તથા એસ.પી.સી. વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.